સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત તારાપુર ખાતે 1491 અરજીનો સ્થળ પર નિકાલ

સમગ્ર ગુજરાતમાં સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં તાલુકા કક્ષાએ ગ્રામ્ય વિસ્તારમાં સરકાર દ્વારા લોકોને ઘરના આંગણે જ મહત્વના આધાર કાડ મા અમૃતમ યોજના કાર્ડ વિગેરે સરકારી યોજનાનો લાભ માટેનું સેવા સેતુ કેમ્પ શાળા હાઇસ્કુલ ગ્રામ્ય વિસ્તાર ખાતે યોજવામાં આવી રહ્યો છે. જેમાં તાજેતરમાં જ ગત તારીખ 19/10/2019 શનિવારના રોજ તાલુકા પ્રાંત કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ તારાપુર કુમાર શાળાએ યોજાયો હતો. મામલતદાર એન. કે. પરજાપતિ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, મ. રફીક. જે. દિવાન કિંસમત સામાજિક કાર્યકર તથા તમામ સરકારી વિભાગોના અધિકારીઓ શ્રી હાજર રહેલ હતા. જેમાં 1491 અરજીઓ નો સ્થળ પર નિકાલ કરવામા આવ્યુ હતુ. 1 મા અમરુત કાર્ડ, વાત્સલ્ય કાડઁની કામગીરી 2તલાટી કમ મંત્રી ની તમામ કામગીરી 3 આધાર કાર્ડની કામગીરી 4 પુરવઠા શાખાના રેશનકાર્ડની કામગીરી 5 વન અને પર્યાવરણ વિભાગની કામગીરી 6 સમાજ સુરક્ષા ને લગતી કામગીરી 7 દિવયાગ પ્રમાણ પત્ર ની કામગીરી 8 આરોગ્ય વિભાગ ની તમામ કામગીરી 9 સિંચાઇ વિભાગની કામગીરી 10 તાલુકા પંચાયત ને લગતી કામગીરી 11 મુખ્ય મંત્રી એપરેનટીસ શીપ યોજના ની લગતી તમામ કામગીરી જેવા અનેક પ્રશ્નોની તાલુકાના લોકોએ લાભ લીધો હતો અને હકારાત્મક નિકાલ કરવામા આવ્યુ હતુ તેમ એક યાદીમાં મો.રફીક જે.દિવાન કિસમત તારાપુરની યાદીમાં જણાવ્યું છે.