ધાનેરા થરાદ હાઇવેના કામમાં ડમ્ફર વાહનો નમ્બર વગરના : તંત્ર અને આરટીઓ મહેરબાન

સામાન્ય લોકોના વાહનો ને ખાન ખનીજ પોલીસ અને આરટીઓ દંડ ફટકારે છે તો આ વાહનોને દંડ કેમ નહિ
ધાનેરા થી થરાદ હાઇવે નું કામ ચાલી રહ્યું છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા કેટલાક ગામડાઓના બહુચરમાંથી ખોદકામ કરી ખનીજ ચોરી કરવામાં આવી રહી છે તો બીજી તરફ ખનીજ ચોરી કરીને ભાગતા ડફેરો બેફામ ચાલી રહ્યા છે અને આ ડમ્પર ચાલક અકસ્માત સર્જી અને મોટી જાનહાનિ સર્જે તો પણ કોઈ નવાઈની વાત નથી ત્યારે તંત્ર તાત્કાલિક જાજે અને મોટી જાનહાનિ કરે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે.
ધાનેરાથી થરાદ સુધી નવીન રોડનું કામ ચાલી રહ્યું છે પરંતુ આ કામમાં કેટલીક ગેરરીતીઓ બહાર આવી રહી છે કોન્ટ્રાક્ટર દ્વારા વાહન ચાલકોને નથી તો ડાયવર્ઝન આપવામાં આવ્યું કે નથી કોઈ પણ જાતની સુવિધાઓ આપવામાં આવી અને ખુલ્લી માટી જાહેર રસ્તા પર ઢાળી દેતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે અને જો વાહન ફસાઈ જાય તો કલાકો સુધી વાહન ચાલકોને હેરાન થવું પડે છે.
બીજી તરફ કેટલાક કોન્ટ્રાક્ટર દ્વારા જીસીબી અને સફળ દ્વારા કેટલાક ગામોની ગૌચરની જમીનમાં ખોદકામ કરવામાં આવે છે અને તેમાંથી ખનીજ ચોરી કરવામાં આવે છે ખનીજ ચોરીને ભાગતા ડફેરો બેફામ ચાલી રહ્યા છે અને અકસ્માતનો સર્જાવાનો ભય સતાવી રહ્યો છે ત્યારે એક પણ ડમ્પરને નંબર પણ નથી સરકારના નિયમોને ટ્રાફિકના નિયમો જો આમ પ્રજા માટે લાગુ પડતા હોય તો આવા કોન્ટ્રાક્ટરો માટે કેમ નહીં ?
પોલીસ હોય કે આરટીઓ અધિકારી હોય સામાન્ય વાહનચાલકોને તો ખનીજચોરી કે નંબર પ્લેટ જેવા ગુનામાં અટકાયત કરી મોટા મોટા દંડ ફટકારતા હોય છે તે પણ એક મોટો સવાલ છે અને જો તંત્રના અધિકારીઓ આ વાતથી અજાણ હોય તો અમારી ન્યુઝ ટીમ દ્વારા તંત્રને આ બાબતની જાણ કરવામાં આવે છે જો સાચે જ તંત્ર અજાણ હશે તો આવા ડમ્પર ચાલકો સામે અને ગેરકાયદેસર રીતે કામ કરતા કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરશે.