સદગુરૂ જીવણજી મહારાજ મેમોરિયલ ફાઉન્ડેશન અને ઉદાભક્ત યુથ ફોરમ દ્વારા સૈનિક કલ્યાણ નિધિ માટે કલેક્ટરને રૂા. ૪,૯૦,૮૧૩ નો ચેક અર્પણ

સદગુરૂ જીવણજી મહારાજ મેમોરિયલ ફાઉન્ડેશન અને ઉદાભક્ત યુથ ફોરમ દ્વારા સૈનિક કલ્યાણ નિધિ માટે કલેક્ટરને રૂા. ૪,૯૦,૮૧૩ નો ચેક અર્પણ
Spread the love

 સદગુરૂ જીવણજી મહારાજ મેમોરીયલ ફાઉન્ડેશન-પુનિયાદ અને ઉદાભક્ત યુથ ફોરમ દ્વારા તાજેતરમાં રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આઇ.કે.પટેલને સદરહું ફાઉન્ડેશનના ટ્રસ્ટ્રીશ્રીઓ તેમજ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં સૈનિક કલ્યાણનિધિ માટે રૂા. ૪,૯૦,૮૧૩ નો ચેક અર્પણ કરાયો હતો. સૈનિક કલ્યાણનિધિ માટે ઉક્ત ચેક પ્રાપ્ત થવા બદલ જિલ્લા પ્રસાશન વતી ટીમ નર્મદા ના રાહબર જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલે સદગુરૂ જીવણજી મહારાજ મેમોરીયલ ફાઉન્ડેશન અને ઉદાભક્ત સમાજના ઋણ સ્વીકાર સાથે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

 અત્રે  એ ઉલ્લેખનીય છે કે, દેશમાં પુલવામાના આતંકી હુમલા વખતે શહીદ થયેલા સૈનિકોના પરિવાર માટે કર્તવ્ય સેવા ફંડમાં સહયોગ માટે કરાયેલી અપીલના પ્રતિસાદરૂપે દેશ-વિદેશમાં રહેતા ઉદાભક્ત સમાજના ભક્તોએ ટૂંક સમયમાં જ કુલ રૂા. ૪,૯૦,૮૧૩ ની રકમ કર્તવ્ય સેવાના ભાગરૂપે એકત્રિત કરાઇ હતી.

 

 રિપોર્ટ :  જ્યોતિ  જગતાપ (રાજપીપળા)

Admin

Admin

9909969099
Right Click Disabled!