સાબરકાંઠા જિલ્લાનું ગૌરવ

વિજયનગર તાલુકાની ઉખલાડુંગરી પ્રાથમિક શાળાના શિક્ષિકા બહેનશ્રી ગીતાબેન પટેલની અથાગ મહેનત અને બાળકોની સિદ્ધિના કારણે ધોરણ 2ના બાહ્યમુલ્યાંકનમાં સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં ફક્ત એક જ શિક્ષકે 100 ℅ સિદ્ધિ હાંસલ કરી છે. તે માટે ગુજરાત સરકારે તેમને બિરદાવવા માટે પ્રમાણપત્ર એનાયત કરેલ છે જેમનો સન્માન કાર્યક્રમ હિમતનગર ટાઉનહોલ ખાતે રાખેલ જે સિદ્ધિ બદલ શાળાના આચાર્ય શ્રી કાંતિલાલ પરમાર, વિજયનગર તાલુકા પ્રા. શિક્ષક મંડળીના વાઈસ ચેરમેન રાકેશ પટેલ તેમજ અન્ય સ્ટાફ મિત્રો એ અભિનંદન પાઠવ્યાં.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)