નેત્રંગ તાલુકાના ડામર રસ્તા ઉપર માટી પાથરતા ઉડતી ધુળની ડમરીથી સ્થાનિક રહીશો બેહાલ

નેત્રંગ તાલુકાના ડામર રસ્તા ઉપર માટી પાથરતા ઉડતી ધુળની ડમરીથી સ્થાનિક રહીશો બેહાલ
Spread the love
  • વરસાદી પાણીથી ધોવાણ થયેલા રસ્તાઓ માટીનું પુરાણ કરાયું હતું,સતત ચાલતા વાહનવ્યવહારથી ધુળની ડમરીઓ ઉડી રહી છે
  • જવાબદાર લોકો તાત્કાલીક ધોરણે રસ્તાઓ ઉપર ડામર પાથરીને સમારકામ કરે તેવી માંગ
  • નેત્રંગ તાલુકાના ડામર રસ્તા ઉપર માટી પાથરતા ઉડતી ધુળની ડમરીથી સ્થાનિક રહીશો બેહાલ બની જવા પામ્યા છે

પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકામાં ચોમાસાની સિઝનમાં ધોધમાર વરસાદી પાણીના પગલે રોડ-રસ્તાનું ભારે ધોવાણ થતા નિમૉણની કામગીરીમાં ભારે ગોબાચારી થઇ હોવાની આશંકાઓ સેવાઇ રહી છે, જેમાં નેત્રંગ તાલુકાભરના રોડ-રસ્તા ઉપર મસમોટા ખાડા પડવા છતાં જવાબદાર માગૅ અને મકાન વિભાગ ધ્વારા પ્રાથમિક ધોરણે પણ સમારકામની કામગીરી કરવામાં નહીં આવતા વાહનચાલકોને ભારે હાડમારીનો સામનો કરવો પડ્યો હતો,પરંતુ લાંબો સમય પસાર થયા બાદ કુંભકર્ણની નિદ્રાઅવસ્થામાંથી જાગી માગૅ અને મકાન વિભાગેે વરસાદી પાણીમાં ધોવાણ થયેલ રસ્તાને ડામર મટીરીયલથી સમારકામ કરવાને બદલે ઠેર-ઠેર માટીના ઢગલાઓ ખરડી દેવામાં આવ્યા હતા અને માટીના ઢગલાને રોડ-રસ્તાની સમતોલ પણ કરવામાં નહીં જવાબદાર લોકોની કામગીરી નિષ્કાળજી સાબિત થઇ હતી, પરંતુ હાલના સમયમાં દિવાળીના તહેવારને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે,અને નેત્રંગ ચારરસ્તા ઉપરથી અંબાજી-ઉમરગામ અને અંકલેશ્વર-બુરહાનપુર બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થતાં હોવાથી રાત-દિવસ લાંબા રૂટ અને નાના-મોટા વાહનો અવરજવર રહેતી હોય છે,તેવા સંજોગોમાં રસ્તાઓ ઉપર માટી પુરાણ થયું હોવાથી સતત ધુળની ડમરીઓ ઉડતા સ્થાનિક રહીશો બેહાલ બની જવા પામ્યા છે,સામી દિવાળી ઘરને તાડપત્રીથી ધાંકવા મજબુર બન્યા છે,પરંતુ જવાબદાર લોકોને કંઇ જ પડી નથી,તેવું સ્પષ્ટપણે જણાતા સ્થાનિક રહીશોમાં રોષ જણાઇ રહ્યો છે,જેથી આગામી ટુંક સમયમાં માગૅ અને મકાન વિભાગના જવાબદાર લોકો તાત્કાલીક ધોરણે રસ્તાઓ ઉપર ડામર પાથરીને સમારકામ કરે તેવી લોકમાંગ ઉઠી છે. 

રિપોર્ટ : દિવ્યાંગ મિસ્ત્રી (નેત્રંગ)

Admin

Admin

9909969099
Right Click Disabled!