માંગરોળ તાલુકાના નિલકંઠવર્ણી ધામ લોએજ ગામમાં નંદાણિયા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન

માંગરોળ તાલુકાના લોએજ ગામના સ્વ.કરશનભાઈ ગોવાભાઈ નંદાણિયા (ઉ.વ.૬૦) નું તા.૨૦-૧૦-૨૦૧૯ આસો વદ છઠ્ઠના સવારે ૭ઃ૩૦કલાકે શ્વાસની બિમારીના કારણે દુઃખદ અવસાન થયેલ છે.આ દુઃખદ સમયે આ પરિવારે અંધ વ્યક્તિના જીવનમાં અજવાળાં પથરાય તેવા હેતુથી તેઓએ તેમના ચક્ષુનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો. આથી શ્રી મસરીભાઈ બામરોટીયાએ આરેણા સ્થિત શિવમ્ ચક્ષુદાન સલાહ્ કેંદ્રના સંચાલકને જાણ કરતા લોએજ ગામના શ્રી રાજેશભાઈ સોલંકી અને રાણાભાઈ ચાંડેરા દ્વારા મૃતકના બંન્ને ચક્ષુ લેવામાં આવ્યા હતા.જે ચક્ષુ ડૉ. વિરમભાઈ નંદાણિયા દ્વારા સ્વિકારી દિવ્યેશભાઈ જેઠવાને અર્પણ કરેલ અને પ્રદિપભાઈ જોટવાએ મુનિ સંત બાલાજી આઈ બેંક-વેરાવળને પહોંચાડેલ છે.
આજના આ દુઃખદ સમયે પરિવારને સાંત્વના આપવા માટે ગામના આગેવાનો,નજીકના સગા ઉપસ્થિત રહ્યા હતા. નંદાણિયા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાનને શિવમ્ ચક્ષુદાન આરેણા બિરદાવે છે અને પરમધામગમન થયેલ કરશનભાઈને શ્રધ્ધાંજલી અર્પે છે. લોએજ ગામમાં થતી ચક્ષુદાનની પ્રવૃતિને વેગવંતી બનાવવામાં ગામના અગ્રણીઓ જેવા કે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી ગોવાભાઈ ચાંડેરા,યુવા સરપંચશ્રી રવિભાઈ નંદાણિયા,પૂર્વ સરપંચશ્રી રામભાઈ નંદાણિયા,શ્રી મસરીભાઈ બામરોટિયા,મહેંદ્રભાઈ નંદાણિયા,રાજેશભાઈ સોલંકી,રાણાભાઈ ચાંડેરા વગેરે..નુ અમુલ્ય યોગદાન રહેલુ છે.તેઓના આ ભગીરથ પ્રયાસથી ટૂંક સમયમાં ઘણા ચક્ષુદાન શક્ય બન્યા છે.
આ ગામ દ્વારા થતી આ ચક્ષુદાનની પ્રવૃતિ આપણા પૂરાણોમાં થયેલા દાન ધર્મના મહિમાને ખરા અર્થમાં સાર્થક કરી રહી છે. નંદાણિયા પરિવાર દ્વારા થયેલ આ મહાદાનને શિવમ્ ચક્ષુદાન ગૃપ-આરેણા,માંગરોળ જાયન્ટ્સ ગૃપ,વંદેમાતરમ્ ગૃપ-માંગરોળ, સરકારી હોસ્પિટલના આંખના સર્જન ધડુકસાહેબ, આહિર સમાજ માંગરોળ,સ્વ.લક્ષમણભાઈ એ.નંદાણિયા વિવિધલક્ષી સેવાકીય ટ્રસ્ટ-માંગરોળ,સંજીવની નેચર ફાઉન્ડેશન-માંગરોળ,માંગરોળ તાલુકાના પત્રકારમિત્રો દ્વારા બિરદાવવામાં આવે છે.અને આપના પરિવાર પર આવી પડેલ મુશ્કેલીને સહન કરવાની શક્તી આપને પ્રભુ આપે તેવી પ્રાર્થના કરીએ છીએ.તેમજ સ્વર્ગસ્થ કરશનભાઈના આત્માને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં સ્થાન મળે તે પ્રાર્થના સહ શ્રધ્ધાંજલી….
રિપોર્ટ : અનિષ ગૌદાણા (જૂનાગઢ)