કટોસણ સ્ટેટના યુવરાજ ધર્મપાલ સિંહનો રાજ્યાભિષેક યોજાયો

કટોસણ સ્ટેટના યુવરાજ ધર્મપાલ સિંહનો રાજ્યાભિષેક યોજાયો
Spread the love

કટોસણ સ્ટેટના રાજવી સુરેન્દ્રસિંહજી ઝાલા નું નિધન થતા યુવરાજ ધર્મપાલસિંહજી સુરેન્દ્રસિંહજીનો રાજ્યાભિષેક – આજે 19 તારીખ શનિવાર ના સવારે 9 કલાકે કટોસણ દરબારગઢ મુકામે રાજ્યાભિષેક શાસ્ત્રોક્ત વિધિ થી થયો. વર્ષો બાદ રાજયભિષેકની પરંપરા પુનઃજીવીત થઈ જેમાં યજ્ઞ,અશ્વપૂજન,ગૌપૂજાન,શસ્ત્ર પૂજન જેવા વિવિધ રીત રિવાજો દ્વારા ઠાકોર સાહેબ શ્રી ધર્મપાલસિંહ સુરેન્દ્રસિંહ ઝાલાનો રાજ્યાભિષેક યોજાયો.. મહેસાણા: કટોસણ સ્ટેટ ના રાજવી સુરેન્દ્રસિંહજી ઝાલા નું અકસ્માતે નિધન થતા તેમના યુવરાજ શ્રી નેક નામદાર ઠાકોર સાહેબ શ્રી ધર્મપાલસિંહજી સુરેન્દ્રસિંહજી ઝાલાનો રાજવી પરંપરા અનુસાર રાજ્યાભિષેક કૃષ્ણપક્ષ પાંચમ વિક્રમ સંવત 2075 ના રોજ તારીખ 19 /10/2019ને શનિવારના રોજ સવારે 10:30 કલાકે કટોસણ દરબારગઢ ( કીર્તિગઢ) મુકામે કરવામાં આવ્યુ.

આ પ્રસંગે બરોડા સ્ટેટ રાજવી જીતેન્દ્રસિંહ ગાયકવાડ ,ચુડા સ્ટેટ કુમાર શ્રી પૂરણસિંહજી ઝાલા,ઝાલાવાડ ક્ષત્રિય સમાજના ઉપ પ્મુખ શ્રી ગણપતસિંહજી ભીમસિંહજી ઝાલા,ડો રાજેન્દ્રસિંહ ઝાલા,જનકસિંહજી ઝાલા,કુમાર શ્રી ભપેન્દ્રસિંહ સોલંકી ઉદયપુર ,આબલિયારા સ્ટેટ ઠાકોર સાહેબ કામલરાજસિંહ ચૌહાણ,સાથંબા ઠાકોર સાહેબ શ્રી હરિશ્ચંદ્રસિંહજી સોલંકી,ઇલોલ ઠાકોર સાહેબ શ્રી રાજદીપસિંહ જી,કડોલી ઠાકોર સાહેબ શ્રી કનકસિંહ જી, હિરપુર ઠાકોર સાહેબ શ્રી કુલદીપસિંહ જી, કુમારશ્રી અજયપાલસિંહ વાઘેલા ભીમોસરા, પૃથ્વીરાજસિંહ ચડાસના, રામપુરા કુમાર શ્રી ગિરિવારસિંહ, ધનસુરા યુવરાજસિંહ મહેન્દ્રસિંહ, ડેધરોતા ઠાકોર સાહેબ વિક્રમસિંહ, વિરભદ્રસિંહ સવાજસિંહ જાડેજા ઉપપ્રમુખ રાજપૂત કરણી સેના ગુજરાત, ભરતભાઈ કાઠી અધ્યક્ષ મધ્ય ગુજરાત કરણી સેના, ગુજરાત પ્રખ્યાત હાસ્ય કલાકાર દિગુભા ચુડાસમા, માળીયા મિયાના કુંવર હિતેન્દ્રસિંહ જાડેજા,અજયસિંહ જાડેજા, ઝાલા વંશ વારીધીના લેખક ઇન્દ્રવીજયસિંહ ઝાલા હાજર રહિયા હતા. આ સમારોહ સવારે 9 થી 12 વાગ્યા સુધી ચાલેલો. આ પ્રસંગે કટોસણ સ્ટેટ ની રાજપરિવારની પરંપરા સારી રીતે જળવાઈ રહે તે માટે તમામ રાજવી પરિવારે શુભકામનાઓ પાઠવી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!