આજે પણ માનવતા જીવે છે તેનું ઉદાહરણ પુરૂ પાડતો કિસ્સો સામે આવ્યો છે

અંકલેશ્વરના ચંડાળ ચોકડી વિસ્તાર પાસે રહેતા ગીરીરાજ ભાઈ બે વર્ષ પહેલા અકસ્માતના ભોગ બન્યા હતા જેમાં એમના હાથ અને પગે કામ કરવાનું બંધ કરી દીધું હતું અને પરિવારની અંદર પણ જાણે મુસીબતનો પહાડ તૂટી પડ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા ખૂબ જ પરિસ્થિતિની અંદર તેઓ પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા અત્યારે અંકલેશ્વરના કેટલાક જાગૃત યુવાનો દ્વારા ગીરીરાજભાઈના પરિવારજનોને મદદ કરી આખા વર્ષનું અનાજ પાણી તેમને અર્પિત કરી માનવતાની મહેક પ્રસરાવી હતી અને ગીરીરાજ ભાઈ તથા તેમના પરિવારજનોએ પણ જાગૃત યુવાનોને ધન્યવાદ પાઠવી આશીર્વાદ આપ્યા હતા અને લોકોએ પણ જાગૃત યુવાનો આ કામથી પસંદ થઈ શુભકામનાઓ પાઠવી હતી અને આ કાર્યને આવકાર્યું હતું.