રાષ્ટ્રીય મુસ્લિમ મહાસભા સંગઠનમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા અધ્યક્ષ તરીકે દાઉદભાઈ સુમરાની વરણી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાષ્ટ્રીય મહાસભા મુસ્લિમ સંગઠન માં અધ્યક્ષ તરીકે દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતે દાઉદભાઈ સુમરાની વરણી કરવામાં આવી છે જેમાં મુસ્લિમ સમાજના હક્ક હિત અધિકાર માટે સમાજના ખરા ચિંતક અને પૂર્વ વિધાનસભાના ઉમેદવાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાના માંઢાના અને પત્રકાર ક્ષેત્રે સમાચાર ટુડે માં સૌરાષ્ટ્ર આવૃત્તિ દેવભૂમિ દ્વારકાને જિલ્લામાં ચલાવતા મને ખરા મુસ્લિમ સમાજના ચિંતક એવા દાઉદભાઈ સુમરા ની રાષ્ટ્રીય મહાસભા મુસ્લિમ સંગઠન માં દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતે ૧૦/ ૮/ ૨૦૧૯ ના રોજ અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. જેથી સર્વે મુસ્લિમ સમાજના વિકાસ લક્ષી કાર્યો અને સમાજમાં શિક્ષણ સહિતની સેવાકીય આવતી અર્થે સંસ્થાના અધ્યક્ષ શકીલ ભાઈ સંધિ એ નિમણૂક કરી છે. મુસ્લિમ સમાજના હક્ક હિત અધિકાર અને સમાજમાં શિક્ષણ દિન ઇસલામિ મુસ્લિમ સમાજમાં વધે અને સમાજનો વિકાસ થાય સમાજ શિક્ષિત બને તેવા હેતુસર નિમણૂક આપવામાં આવી છે જેથી સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રપ-ગુજરાતમાં મુસ્લિમ સમાજ સહિત અન્ય સમાજ દ્વારા પણ શુભેચ્છા અભિનંદન પાઠવવામાં આવી છે.