નડીઆદ ખાતે સમગ્ર મુસ્લિમ સમાજ સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો

સમગ્ર મુસ્લિમ સમાજ નો સમારોહ યોજાયો હતો જેમાં સમગ્ર ગુજરાતના મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના સમાજ ચિંતા વ્યક્તિઓ હાજરી આપી હતી આ કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય મહા સભા મુસ્લિમ સંગઠનના અધ્યક્ષ શકીલ ભાઈ સંધિ ની અધ્યક્ષતા માં બોલાવવામાં આવેલ જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત સહિત દેશભરમાં વસવાટ કરતાં મુસ્લિમ સમાજના ચિંતક ચર્ચા વિચારણા સાથે હકક હિત અધિકાર સહિત એકતાના પ્રતીક ચર્ચા વિચારણા અને મંતવ્ય રજૂ કરવામાં આવ્યા હતા જેમાં મુસ્લિમ સમાજની પ્રગતિ માં અવરોધ રૂપ સમસ્યાઓ કઈ કઈ અને હવે એના સમાધાન માટે સમાજના બુદ્ધિશાળી વર્ગે કઈ દિશામાં આગળ વધી કામ કરવું જોઈએ જેથી મુખ્યધાર થી વંચીત સમાજને મુખ્યધરામાં લાવી શકાય !
ઉપરોક્ત તમામ મુદ્દાઓ ઉપર વિશેષ માં ચર્ચા કરવામાં આવી રાષ્ટ્રીય મુસ્લિમ મહાસભાના અધ્યક્ષ.જનાબ શકીલ સંધી સાહેબે સમગ્ર સમાજના આગેવાનો ને સંબોધતા જણાવ્યું હતું કે સમાજમાં ફિરકા પરસ્તી ને હવે દૂર કરી સમાજને એક સ્થિર પ્લેટફોર્મ આપવાની જરૂર છે સમાજમાં થી પગ ખેંચવાની પરંપરા નાબૂદ કરી હાથ પકડી ચાલવાની હવે જરૂર છે સાથે સાથે કુરિવાજો ખોટા ખર્ચાઓ ડામી અને સમાજને પ્રગતિશીલ બનાવવામાં આપણે સૌએ સાથે મળી યોગદાન આપવું પડશે તે ખૂબ જરૂરી છે. જીવનમાં આત્મવિશ્વાસ ખૂબ જરૂરી છે જેના થકી તમારી મંજીલ નક્કી કરવામાં તમારું હૃદય પહેલા ત્યાં પહોચી તમારા માટે રસ્તાઓ નિશ્ચિત કરે છે !!
સાથિયો યાદ રાખજો આપણા સૌમાં વિઘ્નોને પાર કરી જવાની અખૂટ શક્તિ પડેલી છે જે આપણને સફળતા તરફ દોરી જાય છે આપણે તો ફક્ત એટલું કરવાનું છે કે તે શક્તિઓને જાગૃત કરવાની જરૂર છે આ માટે આપણી અંદર આત્મવિશ્વાસ અને કુદરતમાં (અલ્લાહ ની પાક જાતપર શ્રધ્ધા) હોવી અતિ આવશ્યક છે ! પછી દુનિયાની કોઈ તાકાત તમને સફળ થયા રોકી શકશે નહી !!