પત્ની સાથે જમવાનું તીખુ બનાવવાના ઝઘડામાં માઠું લાગતા પતિએ ફાંસો ખાધો

સુરત,
ડિંડોલીમાં બે દિવસ પહેલા પત્નીએ જમવાનું તીખુ બનાવવાના મુદ્દે થયેલા ઝઘડામાં માઠું લાગી આવતા પતિએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી જ્યારે બીજા બનાવમાં ભાઠેનામાં વૃદ્ધ રિક્ષાચાલકે કોઈ કારણ સર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
સ્મીમેર હોÂસ્પટલથી મળેલી વિગત મુજબ ડિંડોલીના નવાગામ ખાતે શિવાજી પાર્કમાં રહેતા ૪૩ વર્ષીય કૈલાશભાઈ ગણેશભાઈ મહાજન ગઈ તારીખ પાંચમી રાત્રિ દરમિયાન ઘરમાં બેડરૂમમાં છતના લોખંડના હુક સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું.
પોલીસ સૂત્રોએ કÌšં હતું કે કૈલાશ ભાઈની પત્ની ફ્લાવરનું શાક તીખુ બનાવ્યું હતું. આ મુદ્દે દંપતી વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં તેમને માથું લાગી આવતા આ પગલુ ભર્યું હતું. કૈલાશભાઈને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. તે રિક્ષા ચલાવતા હતા. આ અંગે ડીંડોલી પોલીસે તપાસ આદરી છે.
બીજા બનાવમાં ભાઠેનામાં ઉમિયા માતાના મંદિર પાસે રજા નગરમાં રહેતા ૫૪ વર્ષીય સૈયદ હમજદ અલી ગઈકાલે બપોરે ઘરમાં કોઈ કારણસર ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. તેમને ચાર સંતાન છે. તે રિક્ષા ચલાવતા હતા. આ અંગે સલાબતપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.