ચોખાના ભૂસાની આડમાં ૫૦૪૦ વિદેશી દારૂની બોટલ જપ્ત, ૪ની ધરપકડ

ચોખાના ભૂસાની આડમાં ૫૦૪૦ વિદેશી દારૂની બોટલ જપ્ત, ૪ની ધરપકડ
Spread the love

અમદાવાદ,
નરોડા-દહેગામ રોડ પર જીઈબી પાસેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે હરિયાણાથી લવાતા દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડ્યો છે. ટ્રકમાંથી ચોખાના ભૂંસા વચ્ચે છુપાવેલી ૫૦૪૦ વિદેશી બોટલ કિંમત રૂ. ૧૭ લાખની જપ્ત કરી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ટ્રકની આગળ પાયલોટિંગ કરતી કાર પણ ઝડપી પાડી છે.

ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે નરોડા-દહેગામ રોડ પરથી વિદેશી દારૂ ભરેલી ટ્રક પસાર થવાની છે અને રાજસ્થાન પાસિંગની કાર પાયલોટિંગ કરી રહી છે જેના આધારે જીઇબી પાસે વોચ ગોઠવતા બાતમીવાળી કાર આવતાં પોલીસે તેને રોકી કારમાં બેઠેલા જીતેન્દ્રસિંગ રાઠોડ અને રાજેન્દ્રસિંગ રાઠોડ (બંને. રહે. રાજસ્થાન)ની પૂછપરછ કરી હતી. થોડી વાર બાદ દારૂ ભરેલી ટ્રક આવી હતી જે પોલીસે રોકી અંદર જાતા ચોખાના ભૂંસાની અંદર વિદેશી દારૂની ૫૦૪૦ બોટલ મળી આવી હતી.

પોલીસે ટ્રક ડ્રાઇવર અને ક્લીનરની પૂછપરછ કરતા તેના નામ અસરફઅલી મન્સૂરી અને અલીમહમદ અલવી (બંને રહે. ઉત્તરપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું. આરોપી રાજેન્દ્રસિંગએ જણાવ્યું હતું કે હરિયાણાના અંબાલાના સુરેન્દ્ર ચૌધરીએ દારૂ ભરી આપ્યો હતો અને રાજસ્થાનના તેના મિત્ર સી.પી ના કહેવાથી અમદાવાદ લાવ્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!