ગુજરાત ના આરોગ્ય મંત્રી ધજા માથે લઈ ગરબા રમ્યા અને અંબાજી મંદિર પર ધજા ચડાવી, પાય લોટ બાબા ના આશીર્વાદ પણ લીધા

ગુજરાત ના આરોગ્ય મંત્રી કુમાર ભાઈ કાનાણી સાહેબ અંબાજી ખાતે રવિવારે આવ્યા હતા જ્યા સુરત થી આવેલા સંઘના કાર્યક્રમમા હાજરી આપી હતી. ત્યારબાદ તેવો ગબ્બર ધજા ચઢાવવા માટે ગયા હતા ત્યારબાદ તેવો સોમવારે સવારે ચડોતર વાળી ધર્મશાળા થી અંબાજી મંદિર સુધી ચાલતા ચાલતા માતાજીની આરાધના કરતા જોવા મળ્યા હતા દર વર્ષે સુરત થી સંઘ અંબાજી મંદિર પર ધજા ચઢાવવા માટે આવે છે ત્યારે આજે પણ સુરતના ભક્તો દ્વારા માટે સાફો અને ગળા માં ખેસ પહેરી તમામ ભક્તો ડીજે અને બેન્ડ બાજા સાથે અંબાજી મંદિર તરફ ભક્તિ સાથે માતાજી ની આરાધના કરતા જોવા મળ્યા હતા.
ડી કે સર્કલ પર આ સંઘ ના ભક્તો ગરબા રમતા હતા ત્યારે ગુજરાત સરકાર ના આરોગ્ય મંત્રી પણ માથે ધજા લઈ તમામ ભક્તો સાથે ગરબા રમતા જોવા મળ્યા હતા તેમની સાથે તેમનો પરિવાર પણ જોડાયો હતો ત્યારબાદ અંબાજી મંદિર ખાતે લિફ્ટ નો ઉપયોગ કર્યા વિના આરોગ્ય મંત્રી મંદિર ના છત ઉપર આવી તાર વડે મંદિર પર ધજા ચડાવી હતી ત્યારબાદ તેવો પાયલોટ બાબા ના આશીર્વાદ લેવા આવ્યા હતા.
ગુજરાતના તમામ મંત્રીઓમાં સૌથી સરળ મંત્રી તરીકેની છાપ ધરાવતા કુમાર ભાઈ કાનાણી સાહેબ સુરતમા ઘણા વર્ષોથી વરાછા વિસ્તારથી ચુંટાયા છે પાટીદાર આંદોલન ૨૦૧૭મા હોવા છતા પણ તેવો મોટી લીડ થી જીત્યા હતા. મંત્રી બન્યા બાદ પણ તેવો નાનાથી લઇ તમામ લોકો સાથે વાત કરે છે અને હાલમાં આરોગ્ય મંત્રી હોવા છતા પોતાના વિસ્તાર ના વોર્ડ થી લઇ આખા ગુજરાતના તમામ લોકો સાથે માનથી ચર્ચા કરે છે, આરોગ્ય મંત્રી હોવા છતા પણ તેવો આજે અંબાજીના તમામ માર્ગ પર તમામ લોકો સાથે વાત કરતા હતા.
અમિત પટેલ (અંબાજી)