દોઢ વર્ષની બાળકીના અપહરણ મામલે આરોપી દારૂ પીધેલો હોવાથી દુષ્કર્મની આશંકા

અમદાવાદ,
ન્યુ રાણીપ વિસ્તારમાં દોઢ વર્ષની બાળકી પોતાના ઘર નજીક રમી રહી હતી. ત્યારે આરોપી સંજય પરમાર ત્યાથી પસાર થયો હતો. બાળકીને રમાડવા નજીક ગયો અને ત્યાર બાદ તેને લઈને રવાના થઇ ગયો હતો. બાળકી રડતી હોવાથી તેની માટે દૂધ અને બિસ્કીટ લીધા હતા અને ત્યાર બાદ નરોડા તરફ પહોચ્યો હતો. બીજી તરફ બાળકીના પિતાને દિકરીના ગુમ થવાની જાણ થતા તેઓ સાબરમતી પોલીસ સ્ટેશન પહોંચી ગયા અને ફરિયાદ નોંધાવી હતી. બાળકીના અપહરણની ફરિયાદના પગલે પોલીસે જુદા-જુદા પોલીસ સ્ટેશનમા બાળકીનો ફોટો મોકલીને શોધખોળ શરૂ કરી હતી. આ દરમ્યાન રડતી બાળકીની સાથે સંજય પરમારને જાઈને એક જાગૃત નાગરિકને શંકા જતા તેણે પોલીસ કન્ટ્રોલને જાણ કરી અને પોલીસે ત્યા પહોંચીને તપાસ કરતા સંજય બાળકીનુ અપહરણ કરીને નરોડા આવ્યો હોવાનુ ખુલતા જ પોલીસે સંજયની ધરપકડ કરી હતી.
આરોપી સંજય પરમાર ઉર્ફે ઠાકોર મૂળ કપડવંજનો રહેવાસી છે. છેલ્લા એક માસથી અમદાવાદમા મજૂરી માટે આવ્યો હતો. તે ગોતામાં આવેલી શિવ કપંનીમા બ્લોક બનાવવાનુ કામ કરતો હતો. આરોપી સંજય પોતાના શેઠ સાથે ઝઘડો કરીને નીકળ્યો અને રસ્તામા બાળકીનુ અપહરણ કરીને લઈ જઇ ચિલોડા પાસે તેના ભાઇના ઘરે જતો હતો. આરોપીની પુછપરછમા બાળકીને રડતા જાઈને તેને લાગણી થઈ અને મા-બાપને શોધવા નીકળ્યો હોવાનું તે જણાવી રહ્યો છે. પરંતુ સાબરમતીથી નરોડા પહોંચી જતા આરોપી બાળકી સાથે દુષ્કર્મના ઈરાદે લઈ ગયો હોવાની શંકા પોલીસને છે. જેથી પોલીસે બાળકીનુ મેડીકલ તપાસને લઈને કાર્યવાહી શરૂ કરી છે.