બર્થડે પાર્ટીમાં દારૂ પીધેલી હાલતમાં ૨ યુવતી સહિત ૭ વિદ્યાર્થી ઝડપાયા

બર્થડે પાર્ટીમાં દારૂ પીધેલી હાલતમાં ૨ યુવતી સહિત ૭ વિદ્યાર્થી ઝડપાયા
Spread the love

વડોદરા,
વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં શ્રીનાથપુરમના જી-ટાવરમાં દારૂના નશામાં યુવતીની બર્થ ડેની ઉજવણી ચાલી રહી હતી. પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને બર્થડે ગર્લ સહિત ૭ કોલેજીયનોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. દારૂના નશામાં ઝડપાયેલા તમામ પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે.

ફતેગંજ પોલીસ મથકના મહેન્દ્રભાઇએ જણાવ્યું હતું કે, અંકલેશ્વર આશ્રમ રોડ ઉપર એ-૬, રામવાટીકામાં રહેતી ક્રિના શિતલભાઇ મોદીની બર્થડે હતી. આ બર્થડેની પાર્ટી નવાયાર્ડ વિસ્તારમાં શ્રીનાથપુરમ જી-ટાવરમાં ૫૦૩ નંબરના મકાનમાં રહેતી સહેલી હની ચેતનભાઇ મોદીના ઘરે રાખવામાં આવી હતી. બર્થડે ગર્લ ક્રિના મોદી સહિત તમામ ફ્રેન્ડ સર્કલ રાત્રે બહાર દારૂની મહેફિલ માનીને હની મોદીના ઘરે ભેગા થયા હતા. રાત્રે ક્રિનાની બર્થડે કેક કાપવાની ફ્રેન્ડ સર્કલ તૈયારી કરે ત્યાં જ ફતેગંજ પોલીસ બાતમીના આધારે ત્રાટકી હતી. અને દારૂના નશામાં પાંચ યુવાનો અને બે યુવતીઓને ઝડપી પાડ્યા હતા. આ તમામ પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!