સામરવાડાથી ગાડીમાંથી વિદેશી દારૂ સાથે બે આરોપીઓ પકડી પાડતી ધાનેરા પોલીસ

બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી તરૂણકુમારની જીલ્લામાંથી દારૂની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા આપેલ સુચનાથી તથા શ્રી એસ.કે.વાળા નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી થરાદ વિભાગનાઓના માર્ગદર્શન મુજબ આજરોજ જે. બી. ચૌધરી પોલીસ ઇન્સપેક્ટર ધાનેરા તથા જશવંતસિંહ કેશરસિંહ તથા ઇશ્વરભાઇ હરસીંગાભાઇ તથા વિજયસીંહ સોમસીંહ તથા હર્ષદદાન પ્રવિણદાન તથા રમેશભાઇ કચરાભાઇ વિગેરે પો.સ્ટાફના માણસો પ્રોહી પેટ્રોલીગમાં હતા.
દરમીયાન સામરવાડા ગામની સીમમાંથી સફેદ કલરની ઇન્ડીકા ગાડી નં. HR-51-AH-5506 માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની છુટી બોટલ નંગ-૪૨૯ કિ.રૂ. ૨,૧૪,૫૦૦/- તથા ઇન્ડીકા ગાડી કિ.રૂ. ૧,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૩ કિ.રૂ. ૪૫૦૦/- મળી કુલ કિ.રૂ ૩,૧૯,૦૦૦/-ના મુદ્દામાલ સાથે (૧) પંકજકુમાર સ/ઓ પ્રકાશજી સાલ્વી, રહે. મરાજકી ખેડી, તા. વિમલનગર, જી. ઉદેયપુર(રાજસ્થાન) તથા (૨) તેજસીંગ સ/ઓ શોહનસીંગ રાજપુત(બલ્લા) રહે. શર્ડીયા નુરડા, તા. માવલી, જી. ઉદેયપુર (રાજસ્થાન) વાળાઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી ધાનેરા પોલીસ.