કેશોદ શહેરમાં ગુરૂનાનક દેવની ૫૫૦ મી જન્મજયંતિ ઉજવાઈ

વહેલી સવારથી વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે સાંજે સમુહ ભોજન યોજાયું
કેશોદ શહેરમાં ૫૫૦ ગુરૂનાનક દેવની જન્મજયંતિ ધામધૂમથી ઉજવવામાં આવી હતી. વહેલી સવારે કેશોદ શહેરમાં વસતાં સિંધી સમાજના આગેવાનો અને જ્ઞાતિજનો ની ઉપસ્થિતિ માં ગુરૂ ગ્રંથ સાહેબ ની ભવ્ય શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર કાઢવામાં આવી હતી. કેશોદના જુનાગામતળ વિસ્તારમાં આવેલા સિંધી સમાજના મંદિરમાં સવારથી પુજા અર્ચના સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
કેશોદ શહેરમાં બપોર બાદ સિંધી સમાજના વેપારીઓ દ્વારા ધંધા રોજગાર બંધ રાખ્યા હતાં. સાંજના સમયે કેશોદ શહેરમાં વસતાં સિંધી સમાજના તમામ પરિવારોનો સમુહ ભોજન નો કાર્યક્રમ સિંધી સમાજ ની વાડીમાં યોજવામાં આવ્યો હતો. કેશોદ શહેરમાં ૫૫૦મી ગુરૂનાનક જ્ન્મ જંયતિ ની ભવ્ય ઉજવણી કરવા જંયતિભાઈ આહરા,નિમેષભાઈ,થાવાણી સાહેબ, મહેશભાઈ કેવરાણી સહિતના આગેવાનો એ ભારે જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટ : મયુરી મકવાણા (જૂનાગઢ)