શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત સ્ટીયરીંગ કમિટિની બેઠક કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળી

ભરૂચ,
આગામી તા.૨૫/૧૧/૨૦૧૯ ના રોજથી રાજ્ય સરકાર દ્વારા શાળા આરોગ્ય સપ્તાહ કાર્યક્રમ નક્કી કરવામાં આવેલ છે. જેમાં ૦ થી ૧૮ વર્ષના બાળકોમાં ૧૦૦ ટકા શાળામાં આરોગ્યની તપાસણી થાય તે માટે જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાના અધ્યક્ષપણા હેઠળ સ્ટીયરીંગ કમિટિની બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્લાના પ્રાંત અધિકારીશ્રીઓ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાએ ચાલુ વર્ષે તા.૨૫/૧૧/૨૦૧૯ થી તા.૩૦/૦૧/૨૦૨૦ ના સમય દરમિયાન શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંગે વિસ્તૃત જાણકારી મેળવી માઈક્રોપ્લાનીંગ મુજબ કામગીરી કરવા આરોગ્ય વિભાગના અધિકારીઓને સુચના આપી હતી. તેમણે કાર્યક્રમને વધુ સફળતા માટે જરૂરી માર્ગદર્શન પણ પુરૂ પાડ્યું હતું.