અંબાજી SBIના મેનેજર વિરુદ્ધ તેમની પત્નીએ પોલીસ ફરિયાદ કરી

ગુજરાતના લોકપ્રિય શક્તિપીઠ અંબાજી ની ગણના દેશના મોટા શક્તિપીઠ મા થાય છે આ ધામમા વિવિધ બેંકો આવેલી છે જેમાની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની અંબાજી બ્રાન્ચ ડી કે સર્કલ પાસે આવેલી છે આ બેન્ક મા છેલ્લા 2 વર્ષ કરતા વધુ સમયથી બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા અનુપમ ચારણ અંબાજીના રીંછડી રોડ પર આવેલા ક્રિષ્ના બંગલોમા 29 નંબર ના મકાનમા પોતાની પત્ની સાથે ભાડે રહેતા રહેતા હતા, થોડા સમય સુધી બંને પતિ પત્ની વચ્ચે સારા સબંધો રહ્યા બાદ બંને વચ્ચે તકરાર થવા લાગી.
24 ઓક્ટોમ્બર ના રોજ સવારે 9 વાગે પોતાની પત્ની સાથે ખુબ મારઝૂડ કરતા તેમની પત્ની ભારે રડવા લાગતા અનુપમ ચારણ ત્યારબાદ બેન્ક મા નોકરી પર જતા રહ્યા અને સાંજે બેન્ક થી પરત પોતાના અંબાજી ઘરે જવાના બદલે જોધપુર ખાતે જતા રહ્યા હતા સાંજે પોતાના પતિ ઘરે ન આવતા અનુપમ ચારણ ની પત્ની એ જેતારણ [પાલી ] ખાતે રહેતા પોતાના માતા – પિતા ને સમગ્ર બનાવ ની જાણ કરતા તેમના માતા પિતા તાત્કાલીક રાત્રે અંબાજી આવી પોતાની ઘાયલ પત્ની ની હાલત જોઈ ભાંગી પડયા હતા અને અનુપમ ચારણ ના સસરા પોતાની પુત્રી અને બે બાળકો ને અંબાજી થી જેતારણ ખાતે લઇ ગયા હતા અહીં અન્ય સબંધી લોકો એ જયારે આ બેન ની હાલત જોઈ તાત્કાલીક જેતારણ પોલીસ મથકે લઇ જઈ અંબાજી એસબીઆઈ બેન્ક ના મેનેજર અનુપમ ચારણ વિરુદ્ધ પોલીસ ફરીયાદ આપતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.
જૈતારણ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે અને આ પોલીસ મથક ના સીઆઈ સુરેશ ચૌધરી એ કહ્યું હતુ કે આ મામલો ગંભીર છે અને અમે નિવેદન લેવા માટે પીડિત મહિલા ના પતિ ને પોલીસ મથકે બોલાવ્યા હતા અને વધુ તપાસ એસ જે તિવારી જી ચલાવી રહ્યા છે પીડિત મહિલાએ પતી સહીત સાસરીયાઓ ઉપર જે ફરિયાદ કરેલ છે તેની અમે તપાસ ચલાવી રહ્યા છીએ ,અંબાજી એસબીઆઈ બેન્ક મા ફરજ બજાવતા અનુપમ ચારણ હાલ આ બાબતે કંઈ બોલવા તૈયાર નથી
શું લખાવ્યું એફઆઈઆર મા બેન્ક મેનેજર ની પત્નીએ
આ પોલીસ ફરીયાદ મા અનુપમ ચારણ ની પત્ની પ્રતિભા બેન એ જણાવ્યુ હતુ કે 2009 મા અમારી સગાઇ થઇ હતી અને 2011 મા અમારા લગન થયા હતા અને અમને 2 સંતાનો છે ,મારા પિતા સુખદેવ ભાઈ એ લગન મા લાખો રૂપિયા અને સોના ચાંદી ના દાગીના આપ્યા બાદ પણ મને મારા પતિ અનુપમ ચારણ સસરા ઈશ્વરદાન ,મારી સાસુ રેણુબેન [કમળાબેન ] અને નણંદ મીનુદેવી મને શારીરિક અને માનસિક રૂપ થી ભારે હેરાન પરેશાન કરતા હતા.
બેન્ક મેનેજર જેતારણ પોલીસ મથકે જવાબો લખાવી લઇ અંબાજી નોકરી પર પરત આવ્યા
પોતાની પત્ની ઉપર મારઝુડ કરી દિવાળી ના પવિત્ર તહેવારો મા બેન્ક મેનેજર અનુપમ ચારણ પોલીસ ફરીયાદ થતા જેતારણ પોલીસ ના મહેમાન બની જવાબો લખાવી લઇ અંબાજી બેન્ક મા નોકરી પર પરત આવ્યા હતા ,પોલીસ ફરીયાદ થતા બેન્ક મેનેજર અનુપમ ચારણ લાંબી રજા ઉપર ઉતરી ગયા હતા અને હવે પોતાનું ભાડા નું મકાન ખાલી કરી બેન્ક ની અંદર રહેતા હોવાની માહિતી સાંપડી છે ,અનુપમ ચારણ સ્વભાવ મા ગરમ અને વાણી વર્તણુક ખરાબ રાખતા હોવાની વાત હાલ ચર્ચાસ્પદ બની છે.
અમિત પટેલ (અંબાજી)