ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જનવેદના રેલી કાઢી ડાંગ કલેકટરને આવેદન

ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યપાલને ઉદ્દેશીને રંગઉપવન ખાતે થી રેલી સ્વરૂપે સુત્રોચ્ચાર સાથે ડાંગ કલેકટર કચેરી ખાતે રેલી પહોંચી આવેદન પાઠવ્યું હતુ આ આવેદનપત્ર સુપ્રત કરતી વેળા એ કોગ્રેસ પ્રમુખ મોતીલાલ ચૌધરી એ જન વેદના વર્ણવતા જણાવાયું હતું કે, કેંન્દ્ર તેમજ રાજ્યની ભાજપ સરકારની પ્રજા વિરોધી નિતિઓ અને સરેઆમ નિષ્ફળતાઓને પરિણામે જ સર્જાયેલી આર્થિક મંદી, બેરોજગારી નો વધુ પ્રમાણ માં વધારે અતિવૃષ્ટિ કમોસમી વરસાદને કારણે ખેડૂતોની આર્થિક બરબાદી-પાક વીમો ન મળવો, કાયદો-વ્યવસ્થા પડી ભાંગવી, આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારો, બેંકીગ વ્યવસ્થા તૂટી પડવી વગેરે જેવી સમસ્યારનોથી પ્રજા હાડમારી સહન કરી રહી છે.
બેંકોમાં થયેલા પ્રકરણનાં કારણે બેંકો નબળી પડી છે અને આખા દેશમાં આર્થિક અરાજકતાનો માહોલ ઊભો થયો છે.જીવન-જસરિયાતની ચીજ-વસ્તુઓમાં બેફામ ભાવો વધ્યા છે, મોઘવારી વધી છે, અને પરિણામે જનતાની હાલત બંદથી બદતર થઈ રહી છે. યુવાઓ બેરોજગારીના કારણે ત્રસ્ત અને હેરાન-પરેશાન છે.હાલ માં પ્રાથમિક શાળા બંધ કરવાનો નિર્ણય સરકાર રદ કરે તેમજ નવા ટ્રાફિક નિયમો લાગુ કરવાની સાથે રસ્તા પુલ નાળાની મરામત થાય તેમજ પીયુસી સેન્ટરોની સુવીધા અનેક જગ્યાએ ઉભી કરવામાં આવે અને ભાજપા સરકાર ખોટા વાયદાઓ અને તાયફાઓ બંધ કરી પ્રજાલક્ષી કામો કરે અને તાત્કાલિક અસરથી પીડાનો, સમસ્યાનો ઉકેલ લાવે તે માટેના પ્રયત્નો હાથ ધરે એવી વિનંતી કરી છે. આ આવેદનપત્ર સુપ્રત કરતી વેળા જીલ્લા કોગ્રેસ પ્રમુખ મોતીલાલ ચૌધરી માજી કો પ્રમુખ ગૌતમ પટેલ પ્રદેશ મંત્રી તબરેઝ અહેમદ કોગ્રેસી આગેવાન સુર્યકાંત ગાવિત વઘઇ સરપંચ મોહન ભોયે સંજય પવાર મનોજ સુરતી ચંદ્રેશભાઇ પટેલ વસંત તુંબડા હર્ષદભાઇ સહિત અનેક કોગ્રેસી કાર્યકરો કરો ઉપસ્થિત રહયા હતા