આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં લઈ જવા સામે રાજપીપળામાં સ્થાનિકોમાંવધતો જતો રોષ

- નાંદોદના ધારાસભ્ય પી. ડી. વસાવાનું નિવેદન
- રાજપીપળામાં ઈન્ટરનેશનલ એરપોર્ટ અને મોટું રેલવે સ્ટેશન બને એ માટે હું વિધાનસભા અને કેન્દ્રમાં રજુઆત કરીશ.
- રાજપીપળામાં એરપોર્ટની કામગીરી ચાલી રહી છે ત્યારે છોટાઉદેપુર મહિલા સાંસદની આ માંગણી વિચાર્યા વિનાની અને દુઃખદ કહેવાય.
સ્ટેચ્યુ ઓફ યુનિટીકેવડીયા ખાતે આંતરરાષ્ટ્રીય હવાઈ મથક મળે તેવી છોટાઉદેપુર લોકસભા સાંસદ ગીતાબેન રાઠવાએ સંસદના શિયાળુ સત્રમાં રજૂઆત કરી છે.તેની સામે ચારે બાજુ થી વિરોધ થઈ રહ્યો છે હવે નાંદોદ ધારાસભ્ય પીડીવસાવાએ પણ પોતાનુ નિવેદન આપતા નર્મદા મા રાજકીય ગરમાવો આવી ગયો છે
સાંસદ ગીતાબેન રાઠવાની આ રજુઆત સામે નાંદોદ વિધાનસભાના કોંગ્રેસ ધારાસભ્ય પી.ડી. વસાવાએ જણાવ્યું હતું કે નાંદોદ એમના વિસ્તરમાં ન આવતો હોય એવું એમને લાગે છે.એરપોર્ટ રાજપીપળાના વિકાસમાં મોટો ભાગ ભજવશે.વિકાસના નામે હાલ રાજપીપળા કોરાણે મુકાયું છે. ભાજપને જ્યાં કરવા જેવો હોય ત્યાં કરવો જોઈએ.
રાજપીપળામાં એરપોર્ટની કામગીરી ચાલી રહી છે ત્યારે છોટાઉદેપુર મહિલા સાંસદની આ માંગણી વિચાર્યા વિનાની અને દુઃખદ કહેવાય.મારા મતે રાજપીપળામાં મોટો એરપોર્ટ,મોટું રેલવે સ્ટેશન બનવું જોઈએ ત્યારે જ વિકાસ થશે.એરપોર્ટ મુદ્દે હું રાજપીપળાની પ્રજાની પડખે રહીશ.ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન પણ રાજપીપળાના એરોડ્રામ પર ઉતર્યા હતા એ ભાજપ વાળા ભૂલી ગયા.રાજપીપળામાં ઈન્ટરનેશનલ એરપોર્ટ અને મોટું રેલવે સ્ટેશન બને એ માટે હું વિધાનસભા અને કેન્દ્રમાં રજુઆત કરીશ.
બીજી બાજુ રાજપીપળામાં પણ પૂર્વ વન મંત્રી શબ્દશરણ તડવી દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત કરતા રાજ્ય સરકારની મંજૂરી મળી અને કેન્દ્ર્રમાં ફાઈલ ગઈ જ્યાંથી પણ મંજૂરી મળતા દિલ્હીની એક ટિમ આખા વિસ્તારનો સર્વે કરી ત્રણ એરસ્ટ્રીપ બનશે એવી વાતને મંજૂરી આપી હતી.આ કામગીરી હજુ આગળ વધે એ પહેલા ગીતાબેન રાઠવાએ રાજપીપળાના લોકોની વર્ષોની માંગ પર પાણી ફેરવી દીધું અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં લઈ જવાની સંસદમાં માંગણી કરી.જેથી રાજપીપળામાં હવે સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
જ્યોતિ જગતાપ (રાજપીપલા)