સાસુએ જમાઇને કિડનીનું દાન આપી સમાજજીવનમાં દીવાદાંડી સ્વરૂપ સેવાકીય કાયૅ કર્યું

* દવાખાનામાં તપાસણી કરતાં બંને કિડની ફેઇલ હોવાનું જણાતા દદીૅના મોટાભાઈએ કિડની શોધખોળ માટે અથાગ પ્રયત્નો કયૉ,
* સાસુએ જમાઇને કિડની દાન કરવાનો નિણૅય કયૉ બાદ અમદાવાદના એચ.એન ત્રિવેડી હોસ્પિટલમાં સફળ ઓપરેશન કરાવ્યું,હાલમાં સાસુ-જમાઇ બંને તબીયત સ્થિર,
સાસુએ જમાઇને કન્યાદાન બાદ કિડનીનું દાન આપી સમાજજીવનમાં દીવાદાંડી સ્વરૂપ સેવાકીય કાયૅ કયુૅ છે,
પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લા મથકે આવેલ દાંડીયા બજારમાં રહેતા રમેશભાઈ પટેલ અને તેમના ધમૅપત્ની ગીતાબેન પટેલને સંતાનમાં માત્ર દીકરીઓ,આશા અને નિકિતા,માં-બાપએ બંને દીકરીઓને પેટે પાટા બાંધી ભણાવી-ગણાવીને ઉછેર કરીને સુખી-સંપન્ન પરિવારમાં લગ્ન કરાવી પોતાની જવાબદારીમાંથી મુક્ત થયા હતા,જેમાં મુખ્યત્વે નાની દીકરી નિકીતાના લગ્ન નેત્રંગ તાલુકાના માલપોરના ગામના નટુભાઈ પટેલના નાના દીકરા વિરલભાઇ પટેલ સાથે સાલ ૨૦૦૮ માં લગ્ન થયા હતા,જેમાં વિરલભાઇ પટેલ ખેતીકામ સાથે ડ્રાઈવરનો વ્યવસાય કરતાં હતા,તેમને પણ બંને બે સંતાનો હતા,અને મધ્યમવર્ગીય પરીવાર હોવાની સુખી-શાંતિ અને સમૃદ્ધિથી પરિવારનું ઘરગુજરાન ચાલતું હતું, જેમાં એક દિવસ એકાએક વિરલભાઇ પટેલની તબીયત કથળી,અને નેત્રંગના એક ખાનગી દવાખાનામાં સારવાર કરાવી,જેના રિપોટૅમાં શરીરની કિડની ફેઇલ હોવાનું બહાર આવ્યું,અને કિડની તાત્કાલિક ધોરણે નાખવી પડશે નહીંતર વિરલભાઇનું ગમે ત્યારે કંઇપણ થશે શકે છે,તેવો વહેમ જણતા પરિવારજનોમાં માનસિકતા બંધાઇ ગઇ હતી,પરંતુ વિરલભાઇ પટેલના મોટાભાઇ સંજયભાઈ પટેલે હાર ન માની,પોતાના નાના ભાઈને સુવ્યવસ્થિત કરવા મનમાં સંકલ્પ કરીને કિડની શોધખોળ કરી,જેમાં અનેક હોસ્પિટલો,સામાજીક સંગઠનો સહિત નેતાઓના પગ પકડવામાં પીછેહટ નહીં કરી હતી,પરંતુ કિડની ન મળી,તેવા સંજોગોમાં પરિવારના સભ્યો ચિંતાનું મોજુ ફરી વળ્યું,જ્યારે જમાઇને કિડની ફેઇલ થવાનું સાસું ગીતાબેન પટેલને માલુમ પડતાં કોઇપણ પ્રકારનો વિચાર કયૉ વિના પોતાના જમાઇને કિડનીનું દાન આપવા માટે તૈયાર થઇ ગયા,અને પોતાની દીકરી નિકિતાને આશ્વાસન આપ્યું કે,બેટા તારી માં હજુ હયાત છે,ચિંતા ના કરીશ તારા પતિની હું રક્ષા કરીશ,એટલે કે હું કિડનીનું દાન કરીશ,ત્યારબાદ કિડની દાન કરવા માટેની જરૂરી કાર્યવાહી કરીને અમદાવાદના એચ.એન ત્રિવેડી હોસ્પિટલમાં સફળ ઓપરેશન કરાયું હતું,જેમાં જમાઇને નવું જીવનદાન મળ્યું,અને સાસુએ જમાઇને કન્યાદાન બાદ કિડનીનું દાન આપી સમાજજીવનમાં દીવાદાંડી સ્વરૂપ સેવાકીય કાયૅ કરીને ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડ્યું હતું,અને હાલમાં બંને સાસુ-જમાઇની તબીયત સ્થિર છે,અને સુખ-શાંતિથી પરિવાર સાથે જીવનનિવૉહ કરી રહ્યા છે.
સાસુની તમામ જવાબદારી જમાઇ અને મોટાભાઇએ ઉપાડી,
ભરૂચના દાંડીયા બજારમાં રહેતા ગીતાબેન પટેલના પતિના રમેશભાઈ પટેલનું અકાળે અવસાન થઇ ગયું છે,અને ગીતાબેન પટેલ વૃદ્ધાવસ્થામાં એકલા પડી ગયા છે,જ્યારે જમાઇને કિડની દાનમાં આપ્યા બાદ જમાઇ વિરલભાઇ પટેલ અને મોટાભાઇ સંજયભાઈ પટેલે સાસુની તમામ જવાબદારી પોતાના ખભે ઉપાડી લીધી છે,માનવતાના દશૅન કરવ્યા છે,
* ફોટોમેટર :- દિવ્યાંગ મિસ્ત્રી,નેત્રંગ