ડેડીયાપાડા-સાગબારા તાલુકાના વિકાસ માટે સાંસદની લોકસભામાં રજુઆત પણ નેત્રંગ તાલુકાના ગામોના વિકાસ માટે કોણ આગળ આવશે ?

ડેડીયાપાડા-સાગબારા તાલુકાના વિકાસ માટે સાંસદની લોકસભામાં રજુઆત પણ નેત્રંગ તાલુકાના ગામોના વિકાસ માટે કોણ આગળ આવશે ?
Spread the love

* આઝાદીના ૭૨ વષૅ બાદ ગામોમાં રોડ-રસ્તાના નથી,એસટી બસ આવતી નથી,મોબાઈલ નેટવર્ક નથી,સિંચાઈ માટેનું એકટીપું પાણી મળ્યું નથી,

નેત્રંગ તાલુકાના ગામોના વિકાસ અને ખેડુતોના સિંચાઈના પ્રશ્રો માટે કોણ આગળ આવશે…?તે બાબતે વ્યાપક ચચૉનો દોર શરૂ થયો છે,

પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ લોકસભાના શિયાળુ સત્રમાં નર્મદા જીલ્લામાં કરોડોના ખર્ચે સ્ટેચ્યુનો વિકાસ કયૉ,પરંતુ નર્મદા જીલ્લાના ડેડીયાપાડા-સાગબારા તાલુકો આજેપણ પ્રા.સુવિધાઓથી વંચિત છે,રોડ-રસ્તાનો અભાવ અને ખેતરમાં સિંચાઈ માટેનું પાણી મળતું નથી,શૌક્ષણિક સવલતોના અભાવે ગરીબ પરિવારના બાળકો શિક્ષણથી વંચિત રહે છે,અને આદિવાસીઓના વિકાસ માટેના નિર્માણ કાર્યને હજુ સુધી સ્વીકૃતિ નહીં મળતા.જેને લીધે આદિવાસીઓ શહેરી સુવિધાઓથી વંચિત રહે છે,તેવી સાંસદની રજુઆતથી આદિવાસીઓમાં આનંદ વ્યાપી ગયો હતો,જ્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારમાં ચકચાર મચી ગઇ હતી, જેમાં મુખ્યત્વે નેત્રંગ તાલુકો બન્યાના પાંચ વષૅ પછી પણ અંતરિયાળ વિસ્તારના ૨૧ ગામો નેટવર્ક વિહોણા છે,આઝાદીના ૭૨ વષૅ બાદ પણ ગામોમાં રોડ-રસ્તાના ઠેકાણા નથી,આરોગ્યલક્ષી ૧૦૮ એમ્બ્યુલન્સ આવતી નથી,આજદિન સુધી ગામોમાં એસટી બસ નહીં આવતા રહીશો જીવનના જોખમે ખાનગી વાહનોમાં મુસાફરી કરે છે,યુવાનોને રોજીરોટી માટે શહેરી વિસ્તાર તરફ જવું પડે છે,આ ગામોના રહીશોને સરકારી કામ અથૅ નેત્રંગ અને પો.સ્ટેશનના કામો માટે વાલીયા,ઝઘડીયા,ઉમલ્લા અને રાજપારડી જવું પડે છે,કરજણ-વાડી સુધીનુ પાઇપલાઇન યોજનાની કામગીરી ૬ મહિનાથી બંધ પડી છે,ખેડૂતોને વળતર ચુકવાયું નથી,બલદવા,પીંગોટ અને ધોલી ડેમની કેનાલો તુટેલી હાલતમાં હોવાથી ૪૫૦૦ હેક્ટર જમીન સિંચાઈના પાણીથી વંચિત છે,નમૅદાનું પાણી છેક કાઠીયાવાડ સુધી પહોંચ્યું,તાપી નદીનું પાણી સાગબારા-ડેડીયાપાડા અને સોનગઢ તાલુકામાં આપવાની યોજનાની કામગીરી ચાલી રહી છે,પરંતુ સાચા હકદાર નેત્રંગ તાલુકાના રહીશોને એકટીપું મળ્યું નથી,તેવા સંજોગોમાં તાલુકાભરની પ્રજામાં રોષ જણાઇ રહ્યો છે,પરંતુ સંવેદનશીલ સરકારના નેતાઓને કંઇક જ પડી નથી તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે,તેવા સંજોગોમાં નેત્રંગ તાલુકાના ગામોના રહીશોના પડતર પ્રશ્રોની રજૂઆત કોણ કરશે તેવું લોકમુખે ચચૉય રહ્યું છે.

* ફોટોમેટર :- દિવ્યાંગ મિસ્ત્રી,નેત્રંગ

Admin

Admin

9909969099
Right Click Disabled!