ભરૂચ ખાતે ૧૧ જિલ્લાનો ઝોનલ કક્ષાનો રાષ્ટ્રીય સેવા યોજનાનો પ્રોગ્રામ ઓફિસર વર્કશોપ

ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ તથા એન . એસ . એસ . સેલ , ગુજરાત , ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી ગાંધીનગર , એન . એસ . એસ . રીજીયોનલ ડાયરેક્ટર અમદાવાદ તથા જિલ્લા શિક્ષણાધિકારીના સંયુક્ત ઉપક્રમે તા. ૨૭/૧૧/૨૦૧૯ થી તા. ૨૯/૧૧/૨૦૧૯ એમ ત્રિદીવસીય રાષ્ટ્રીય સેવા યોજનાનો + ૨ કક્ષાનો પ્રોગ્રામ ઓફિસરના વર્કશોપનું આયોજન બીએપીએસ, સ્વામીનારાયણ મંદિર , ઝાડેશ્વર રોડ – ભરૂચ ખાતે કરવામાં આવ્યું છે. ૧૧ જિલ્લાનો ઝોનલ કક્ષાનો રાષ્ટ્રીય સેવા યોજનાનો + ૨ કક્ષાનો પ્રોગ્રામ ઓફિસર વર્કશોપ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી – ભરૂચના યજમાન પદે યોજવામાં આવતાં આ વર્કશોપના શુભારંભ કાર્યક્રમ પ્રસંગે અધ્યક્ષસ્થાને ગાંધીનગર ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરીના અધિક કમિશનર શ્રી નારાયણમાં ઉપસ્થિત રહ્યા હતા.
અતિથિ વિશેષ તરીકે અમદાવાદ રીજીયોનલ ડાયરેક્ટર એન . એસ . એસ . શ્રી ગીરધર ઉપાધ્યાય તથા એન.એસ.એસ.એલ. ગાંધીનગર ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરીના રાજ્ય એન . એસ . એસ . અધિકારીશ્રી આર . જે . માછી , જિલ્લા શિક્ષણાધિકારીશ્રી નવનિત મહેતા ઉપસ્થિત રહ્યા હતા . વર્કશોપનું દીપ પ્રગટાવી ખુલ્લું મુકતા અધ્યક્ષસ્થાનેથી અધિક કમિશનર શ્રી નારાયણ માધુએ એન.એસ.એસ. ની પ્રવૃત્તિઓ – જવાબદારીઓ, પર્યાવરણ જાગૃત્તિ એન. એસ. એસ. હેલ્થ ક્લાઈમેટ ચેન્જ , ઈકો કલબ , યોગા જેવી બાબતોએ વિસ્તૃત સમજ આપી લીડરશીપ અને દેશ માટે યોગદાનમાં એન. એસ. એસ. (રાષ્ટ્રીય સેવા યોજનાની ભૂમિકા સમજાવી હતી.
અમદાવાદ રીજીયોનલ ડાયરેક્ટર એન.એસ.એસ શ્રી ગીરધર ઉપાધ્યાયએ એન.એસ.એસ, પ્રવૃત્તિઓ વિશે પોતાના અનુભવો વર્ણવી કોઈ પણ કાર્ય ક્રરવા આગોતરૂ પ્લાનીંગ કરવા પર ખાસ અનુરોધ કર્યો હતો. રાજ્ય એન.એસ.એસ. અધિકારીશ્રી આર. જે. માછીએ એન.એસ.એસ.ની પચાસ વર્ષની ઉજવણીનો ખ્યાલ આવ્યો હતો અને તેમણે રાષ્ટ્રીય સેવા યોજના ગુજરાતમાં ૧૨ કક્ષાએ ૩૩ જિલ્લાઓની ૮૦૧ શાળાઓ કાર્યરત હોવાનું જણાવી ૧૧ જિલ્લાઓને આવરી લઈ આ વર્કશોપનું આયોજન હાથ ધરાયું છે ત્યારે વર્કશોપના માધ્યમથી આપણે સારૂ ભાથુ મેળવવા જણાવ્યું હતું.
તેમણે એન.એસ.એસ. અને સમાજની અપેક્ષાઓ વિશે વિસ્તૃત સમજુતી આપી હતી. કાર્યક્રમનો પ્રારંભે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી નવનિત મહેતાએ ઉપસ્થિત સૌને આવકારતાં જણાવ્યું હતું કે, ત્રીદિવસીય વર્કશોપમાંથી સારી જાણકારી મેળવી આપણે વધારેમાં વધારે સારૂં શી રીતે કરી શકીએ અને બાળકને કંઈ રીતે સારી રીતે તૈયાર કરી શકીએ તે દિશામાં પ્રયત્નશીલ બનવા પર ભાર મુક્યો હતો. તેમણે પરિપત્રમાંથી બહાર આવીને પ્રયાસો તરફ વળીશું તો આ વર્કશોપ સાચા અર્થમાં સાર્થક થયો કહેવાશે.
ભરૂચ જિલ્લા એન.એસ.એસ. નોડલ અધિકારી શ્રીમતી સંગીતાબેન મીસ્ત્રીએ વર્કશોપની રૂપરેખા સમજાવી હતી. ભરૂચ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા નર્મદા અષ્ટકમ ગીત રજૂ કરી વર્કશોપની શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે મહાનુભાવો દ્વારા પ્રમાણપત્ર એનાયત કરાયા હતા . કાર્યક્રમના અંતે એન.એસ.એસ. લક્ષ્ય ગીતનું ગાન થયું હતું. આ ૧૧ જિલ્લાના ઝોનલ કક્ષાના વર્કશોપમાં મોટી સંખ્યામાં પ્રોગ્રામ ઓફિસર્સે ભાગ લીધો હતો. આ ત્રિદિવસીય દરમિયાન જુદા જુદા તજજ્ઞ વક્તા દ્વારા વિવિધ વિષયો પર વક્તવ્ય અપાશે.