ગાંધીનગર : SBVP YOUTH અને RB સેવા દળ દ્વારા મીની મેરેથોનનું આયોજન

SBVP YOUTH અને RB સેવા દળ દ્વારા ૨૯ ડિસેમ્બરના રોજ સવારે ૭ કલાકે મહાત્મા મંદિર ખાતે એક મીની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. રન ફોર હેલ્થ – રન ફોર ફિટનેશ થીમની સાથે આ શિયાળાની ઋતુઓમાં સારી હેલ્થ રહે એ ઉદેશ સાથે સવારના સમયમાં સ્વાસ્થ્ય પ્રેમી નગરજનો આ મીની મેરેથોનનો લાભ લઇ શકે અને ભારત સરકારની ફિટ ઇન્ડિયા પ્રોજેક્ટ થકી સમાજને એ સારો સંદેશો પોહચાડી શકાય. આ હેતુની સાથે ગાંધીનગરની સર્વે પ્રથમ મીની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે.
મીની મેરેથોનમાં ગાંધીનગરના સ્પોર્ટ્સ અને ફિનેશ સાથે સંકળાયેલ પ્રતિભા અને વિવિધ સંઘઠનના હોદ્દદારો પણ ભાગ લેવાના છે. સર્વ નગરજનોને મીની મેરેથોનનો લાભ લેવા SBVP YOUTH ના ગુજરાત યુવા પાંખના પ્રદેશ મહામંત્રી તુષાર રાવલ અને SBVP YOUTH ગાંધીનગરના યુવા પ્રમુખ ક્રિષ્ન જાની અને ચહીલ જોષી ઉપસ્થિત રહશે. મેરેથોનની સંપૂર્ણ માહિતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. મેરેથોનમાં ભાગ લેવા માટે (૮૨૦૦૦૬૪૭૬૫) (૯૯૨૪૪૮૮૮૮૨) નો સંપર્ક કરવો.