મહેસાણા નજીકથી 60 થી વધુ ગાયો ભરેલી ટ્રક ઝડપાઇ

મહેસાણા નજીકથી 60 થી વધુ ગાયો ભરેલી ટ્રક ઝડપાઇ જતા ચકચાર મચી ગઇ છે. નંબર પ્લેટ બદલીને રાજસ્થાનથી નીકળી અને મહારાષ્ટ્રના ધુલિયા તરફ જતી ટ્રકને કતલાખાને લઇ જવાતી હોવાની જાણ થતાં પોલીસે અટકાવી હતી. તપાસ દરમ્યાન પોલીસે ટ્રકમાંથી પગ-મોંઢા બાંધેલી 60 થી વધુ ગાયોને તાત્કાલિક અસરથી લીંચ મહાજન પાંજરાપોળમાં ખસેડવામાં આવી હતી. રાજસ્થાનથી નીકળી મહારાષ્ટ્રના ધૂલિયા તરફ જતી આ ટ્રક કતલખાને જતી હોવાનું જણાતાં પોલિસને જાણ કરાઈ હતી અને મહેસાણા તાલુકા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.