શામળાજી આશ્રમ નજીકથી આંતરરાજ્ય હથિયાર સપ્લાયર અને લૂંટ હત્યાના ખૂંખાર આરોપીને બે પિસ્તોલ સાથે દબોચતી અરવલ્લી LCB

શામળાજી આશ્રમ નજીકથી આંતરરાજ્ય હથિયાર સપ્લાયર અને લૂંટ હત્યાના ખૂંખાર આરોપીને બે પિસ્તોલ સાથે દબોચતી અરવલ્લી LCB
Spread the love

ગુજરાત અને રાજસ્થાન રાજ્યમાં ગેરકાયદેસર પિસ્તોલ નો વેપલો કરનાર અને ધાડ ચોરી, લૂંટના અને હત્યાની કોશિશના ગુન્હામાં સંડોવાયેલ ઝારખંડના ખૂંખાર આરોપીએ અરવલ્લીના ભિલોડા શહેરના આંબલી બઝારમાં શરણ લીધી હતી અને છેલ્લા કેટલાક સમય થી રહેતો હોવાની અને ગુરુવારે વહેલી સવારે રાજસ્થાનના ઉદેપુર થી હથિયારો સાથે ભિલોડા ઘરે આવવાનો હોવાની બાતમી જીલ્લા એલસીબી પોલીસને મળતા શામળાજી આશ્રમ ચોકડી નજીક વોચ ગોઠવી વિજય ઉર્ફે ચંદન રામસ્વરૂપ પાસવાનને બે લાયસન્સ વગરની પિસ્તોલ સાથે દબોચી લઈ રાજસ્થાન અને ગુજરાતના અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં વણઉકેલ્યા ૧૮ ગુન્હાનો ભેદ ઉકેલી નાખી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

ઝારખંડ રાજ્યના પ્રતાપપુર તાલુકાના મંચગામાનો વિજય ઉર્ફે ચંદન રામસ્વરૂપ પાસવાન રાજસ્થાન રાજ્યમાં અને ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર અન્ય રાજ્યમાંથી પિસ્તોલ અને બંદૂક જેવા મારક હથિયારોનું વેચાણ કરતો હોવાની સાથે બંને રાજ્યોમાં ચોરી લૂંટ અને હત્યાની કોશિશ ના બેખોફ બની ગુન્હા આચરતો હતો રાજસ્થાનમાં ૧૩ ગુન્હામાં વોન્ટેડ હોવાથી રાજસ્થાન ને અડીને આવેલા ગુજરાતના ભિલોડા શહેરમાં આંબલી બઝારમાં રહેતો હતો અને અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં ૫ ગુન્હામાં તેની સંડોવણી બહાર આવતા ગુજરાત-રાજસ્થાન પોલીસને હાથતાળી આપી બેનને રાજ્યોમાં છુપાતો રહેતો હતો અને ગેરકાયદેસર પિસ્તોલ વેચાણ કરી બંને રાજ્યોની પોલીસના નાકે દમ લાવી દીધો હતો.

અરવલ્લી જીલ્લા એલસીબી પીએસઆઈ કે.કે.રાજપૂત અને  તેમની ટીમે બાતમીના આધારે શામળાજી આશ્રમ ચોકડી નજીકથી ગુરુવારે વહેલી સવારે દેશી બનાવટની બે પિસ્તોલ સાથે વિજય ઉર્ફે ચંદન રામસ્વરૂપ પાસવાનની ઝડપી તેની પાસેથી જીવતા કારતુસ નંગ-૭ અને મોબાઈલ-૧ મળી કુલ રૂ. ૪૪૦૦૦ ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

રિપોર્ટ : રાકેશ ઓડ (અરવલ્લી)

Admin

Admin

9909969099
Right Click Disabled!