રાજપીપળા ખાતે બિન સચિવાલયની પરીક્ષામા થયેલ ગેરરીતીના વિરોધમાં કોલેજો બંધ કરાઈ

રાજપીપળા ખાતે બિન સચિવાલયની પરીક્ષામા થયેલ ગેરરીતીના વિરોધમાં કોલેજો બંધ કરાઈ
Spread the love
  • પરીક્ષા રદ કરવાની માંગ
  • યુથ કોંગ્રેસના વિદ્યાર્થીઓ કોલેજ બંધ કરાવવા નીકળતા કોલેજ બંધ રહી
  • કોલેજ સામે દેખાવો યોજી સુત્રોચ્ચાર કર્યા

તાજેતરમાં લેવાયેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિના મામલે નાંદોદ તાલુકાના યુથ કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા નર્મદા કલેકટરને આવેદન આપ્યા બાદ, આજે યુથ કોંગ્રેસના યુવાનો રાજપીપળાની કોલેજો બંધ કરાવવા નીકળ્યા હતા અને આ યુવાનોએ પરીક્ષા રદ કરવાની માંગ સાથે ભવિષ્યમાં વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તે માટે આજે રાજપીપળાની વિવિધ કોલેજ પર જઈને સૂત્રોચ્ચાર કરી દેખાવો યોજયા હતા.

આ અંગે નાંદોદ તાલુકાના વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ અજય વસાવાએ જણાવ્યું હતું કે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિના મુદ્દે એ એસઆઈટી ની તપાસ બંધ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતું. આજે તેના વિરોધમાં રાજપીપળાની એમ આર આર્ટસ, સાયન્સ, કોમર્સ,  કોલેજ પર પહોંચી દેખાવો યોજી કોલેજો બંધ કરાવી હતી. આ પ્રસંગે જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ વાસુદેવ વસાવા એનએસયુઆઈ પ્રમુખ નિકુંજ વસાવા નાંદોદ તાલુકા વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ અજય વસાવા સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

 રિપોર્ટ : જ્યોતિ  જગતાપ, રાજપીપળા

Admin

Admin

9909969099
Right Click Disabled!