ઊંઝામાં 7000થી વધુ બહેનોએ હાથમાં મા ઉમાના નામની મહેંદી મુકાવી

ઊંઝામાં 18થી 22 ડિસેમ્બર દરમિયાન યોજાનારા ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞની ઘડી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ પાટીદારોમાં ઉત્સાહ બેવડાઇ રહ્યો છે. આ પાવન પ્રસંગ નિમિત્તે રવિવારે સાંસ્કૃતિક કમિટી દ્વારા ઊંઝાના ઐઠોર રોડ પર કેવલેશ્વર મહાદેવના મંદિર પરિસરમાં 7 હજારથી વધુ મહિલાઓ, યુવતીઓ તેમજ બાળાઓએ હાથ ઉપર મા અમે તૈયાર છીએ અને જય મા ઉમિયા સાથે કળશ તેમજ યજ્ઞકુંડના લોગોની મહેંદી મૂકાવી ઉમિયા માતાજીનો જયઘોષ કર્યો હતો. મહેંદી કાર્યક્રમ બપોરે 12.15થી શરૂ થઇને 3 વાગ્યા સુધી ચાલ્યો હતો. જેમાં સાત હજારથી વધુ મહેંદીના કોન વપરાયા છે. વિશાળ સંખ્યામાં બહેનોની સાથે ભાઇઓ પણ સહભાગી બન્યા હતા.