સુરત મુકામે દેસાઇ સમાજના અધિકારી/કર્મચારીશ્રીઓનો સાર્થક રીતે જિલ્લા કક્ષાનો સ્નેહ-મિલન સમારોહ

તાજેતરમા સુરત મુકામે દેસાઇ સમાજના વિભિન્ન અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીશ્રીઓનો જિલ્લા કક્ષાનો શાલીનતાપૂર્વક “સ્નેહ-મિલન સમારોહ-2019” યોજાઇ ગયો. આ સમારોહમા દેસાઇ સમાજના, ભારત તેમજ રાજય સરકારશ્રીના જુદા જુદા 17થી વધુ વિભાગોમા આશરે 381થી વધુ અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીશ્રીઓ સુરત જિલ્લામા પોતાની ફરજ નિભાવી રહેલ છે, આ તમામ પૈકી સરકારી નોકરીઓમા નવી નિમણુંક પામેલ, બઢતી હાંસલ કરેલ, ફરજમાથી નિવ્રુત થયેલ, અન્યત્ર જિલ્લામાથી બદલી મારફતે સુરત જિલ્લામા ફરજ પર હાજર થયેલ…વિ. તમામ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓને, ઉપસ્થિત ઉચ્ચ અધિકારીશ્રીઓ મારફતે મોમેન્ટો, જીવન – વિકાસલક્ષી પુસ્તક તેમજ પુષ્પ્ગુચ્છ આપીને પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા.
આ કાર્યક્રમમા જિલ્લાના ડિસ્ટ્રીકટ જજશ્રી આર.કે.દેસાઇ, કસ્ટમ વિભાગના આઇઆરએસશ્રી મિહિર રાયકા, સીનીયર સીવીલ જજ શ્રીમતી આર.આર. દેસાઇ, નાયબ કલેકટરશ્રી રસીલાબેન રાયકા અને શ્રી વિજય દેસાઇ, મદદનીશ પોલીસ કમિશનરશ્રી એન.એસ.દેસાઇ, ડીવાયએસપીઓ પૈકીશ્રી બી.એસ.મોરી – શ્રી બી.વી.દેસાઇ – શ્રી જે.એમ.પટેલ – શ્રી જી.વી.દેસાઇ – શ્રી પી.આર.દેસાઇ, ટેક્ષ મદદનીશ કમિશ્નરશ્રી હિતેશ દેસાઇ, પ્રોફેસર ડો. અર્ચિશ દેસાઇ, ઉદ્યોગપતિશ્રી દેવેનભાઇ પટેલ, મામલતદાર શ્રીમતી ડો. દિપલ ભારાઇ અને શ્રી શકરાભાઇ દેસાઇ, પીઆઇશ્રી વસંત દેસાઇ, શ્રી મુકેશ દેસાઇ અને શ્રી નિતેશ દેસાઇ, જિલ્લા નોંધણી નિરીક્ષકશ્રી સંદિપ દેસાઇ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સાહર દેસાઇ, શાસનાધિકારીશ્રી વિમલ દેસાઇ, વિભાગીય પરિવહન અધિકારી શ્રી ડી.એન. રંજીયા, આસી.પબ્લીક પ્રોસીક્યુટરશ્રી એમ.એલ.દેસાઇ, પીએસઆઇશ્રીઓ પૈકી શ્રી કે.બી.દેસાઇ, શ્રી જયશ્રી દેસાઇ, શ્રી જયેશ કળોતરા, શ્રી એન. એમ. દેસાઇ, શ્રી આશિષ દેસાઇ, શ્રી એચ.જે. મુછાળ, આર.ટી.ઓ. ઇન્સપેકટરશ્રી અમુલ દેસાઇ, આર.એફ.ઓ. શ્રી દિલીપ દેસાઇ અને શ્રી પ્રફુલ્લ દેસાઇ…વિ. ઉપરાંત સમાજના અનેક નામાંકિત વ્યકિત-વિશેષશ્રીઓ હાજર રહી, સન્માન સમારોહ-2019ની શોભામા અભિવ્રુધ્ધિ કરી હતી. આ પૈકી કેટલાક અધિકારીશ્રીઓએ પોતાના અનુભવો વર્ણવી, સમાજની દશા અને દિશા તેમજ રાષ્ટ્ર પ્રત્યેની સ્વ-જવાબદારી અંગે બહુમૂલ્ય વિચારો વ્યકત કર્યા હતા. મનુષ્ય જીવનની સાર્થકતામાં સહાયરૂપ એવા સ્વામી વિવેકાનંદજીના જીવન-ચરિત્ર અંગેનું પુસ્તક પણ ભેટ સ્વરૂપે આપવામા આવ્યું હતું.
આયોજક-ટીમના અગ્રણી એવાશ્રી હરગોવનભાઇ દેસાઇ-મોટપે ભાવિ કાર્ય-યોજના અંગે સૌના મંતવ્યો જાણી, બહુમૂલ્ય માર્ગદર્શન મારફતે દોરીસંચાર કરેલ. સમારોહ-2018ના સંભારણા શ્રી સંજય દેસાઇ -કડવાસણ તેમજ મંડળ-સંગઠન મારફતે થયેલ કામગીરીની ઝલક શ્રી હરેશ દેસાઇ-ચંદ્રાલાએ પાવર પોઇન્ટ પ્રઝેન્ટેશન મારફતે મારફતે રજૂ કરેલ. સૌ સહભાગીઓને આવકારતા સુપ્રિડેન્ટેન્ટશ્રી આશિષ દેસાઇ – ઉમતાએ સ્વાગત-પ્રવચન તેમજ સૌ પ્રત્યે આભારની લાગણી શ્રી જીગ્નેશભાઇ દેસાઇ – ઝીલીયાએ વ્યકત કરી હતી. કાર્યક્રમનું સફળ-સંચાલન પોતાની આગવી-અનોખી શૈલીમા ડો.ડી.બી.દેસાઇ – એડ્વોકેટ – ગુજરાત હાઇકોર્ટ – અમદાવાદ મારફતે કરવામા આવેલ હતું.
આવા સમુદાય ઉપયોગી કાર્યને હેતુલક્ષી બનાવવા અર્થે શ્રી જયેશ દેસાઇ – હાથીપુરા, શ્રી રમેશ દેસાઇ અને શૈલેષ દેસાઇ – ઉમતા, શ્રી રોમિત દેસાઇ -ઘરવા, શ્રી રાજેશ દેસાઇ – મૂડવાળા, શ્રી સચિન દેસાઇ – મંડાલી, શ્રી સૌરભ દેસાઇ – ઉચરપી, શ્રી આકાશ દેસાઇ – અઘાર, શ્રી ભાવેશ દેસાઇ – પાલાવાસાણા, શ્રી પ્રકાશ દેસાઇ – સેવાળા, શ્રી ધર્મેશ મોરી – થોરીયાળી, શ્રી કિરીટ દેસાઇ – એદલા, શ્રી રાજુ દેસાઇ – કંથરાવી, શ્રી સાગર દેસાઇ – ધિણોજ, શ્રી અલ્પેશ દેસાઇ – મોટપ, શ્રી જયેશ દેસાઇ – ગોખરવા, શ્રી કલ્પેશ દેસાઇ અને શ્રી રામજી દેસાઇ – તરભ, શ્રી ફુલા દેસાઇ – થુમથલ, શ્રી હરખ દેસાઇ – કારોલી, શ્રી રાજુ દેસાઇ – તંબોળીયા, શ્રી ભરત દેસાઇ – ડિસા, શ્રી રામશી સાંબડ – ખાખરાથળ, શ્રી સંજય દેસાઇ અને બાબુ દેસાઇ – ઝીલીયા, શ્રી ભાવિન દેસાઇ – જીતોડા, શ્રી લખન આલ – સણોસરા, શ્રી હિરેન છેલાણા – સિહોર, શ્રી સાગર દેસાઇ – થરા તેમજ “સમારોહ અમલીકરણ ટીમ” ના તમામ સભ્યોએ અતિ જહેમત ઉઠાવી હતી.