ધાનેરા લાઇબ્રેરી વિસ્તારમાં આવેલું વર્ષો જૂનું લીમડાનું વૃક્ષ ધરાશાયી

- વૃક્ષ રાત્રિના સમય ધરાશાયી થતા મોટી જાનહાનિ ટળી
- પાણીની પાઇપ લાઈન માં ભંગાણ પડતા ખોદકામ કરવામાં આવ્યું અને વૃક્ષ ધરાશાય : લોકોનું અનુમાન
ધાનેરાના લાઇબ્રેરી વિસ્તારમાં વર્ષો જૂનું મહાકાય એક લીમડાનું વૃક્ષ આવેલો હતો અને આ લીમડાના વૃક્ષને લઈ તે જગ્યાનું નામ લીમડાચોક પડયું હતું પરંતુ આ વર્ષો જૂનું લીમડાનું વૃક્ષ મોડીરાત્રે અચાનક ધરાશાયી થતા પર્યાવરણ પ્રેમી માં નારાજગીનો માહોલ જોવા મળ્યો હતો તો બીજી તરફ આ વૃક્ષ રાત્રિના સમયે ધારાસભ્ય હતા મોટી જાનહાનિ ટળી હતી તો બીજી તરફ આ વૃક્ષ ધરાશાયી થતા વૃક્ષની નીચે રહેલી ચાની હોટલ તેમજ આજુ બાજુની દુકાનોમાં સામાન્ય નુકસાન થવા પામ્યું છે તો આ મહાકાય વૃક્ષ નીચે ગઈકાલે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતાં તેનું રીપેર કામ કરવામાં આવ્યું હતું અને તે રીપેર કામ કરતી વખતે ત્યાં જ ખોદકામ કરવામાં આવ્યું તેને લઈ આ લીમડાનું વૃક્ષ પડ્યો છે તેવું આજુ બાજુના સ્થાનિક લોકોએ જણાવ્યું હતું આ લીમડો કયા કારણોથી પડ્યો તેનું ચોક્કસ તો કોઈ કારણ જાણવા મળ્યું નથી પરંતુ આ લીમડો રાત્રિના સમયે પડતા મોટી જાનહાનિ ટળી છે જેને લઇ તંત્ર અને લોકો એ પણ રાહતનો શ્વાસ લીધો છે.