ધાનેરા તાલુકાના જોરાપુરા ગામે તીડનું આક્રમણ

- ફાયર ફાઈટરમાં દવા નાખી તીડ નિયંત્રણ માટેની કામગીરી હાથ ધરવામાં આવી
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના જોરાપુરા ગામે તીડનું આક્રમણ થતાં જિલ્લા કલેકટર સહિત જિલ્લા વિકાસ અધિકારી અને સ્થાનિક તંત્રની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી છે અને નિયંત્રણ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર બાદ હવે તીડ નો ફેલાવો થઈ રહ્યો છે અને ધાનેરા વિસ્તારમાં તીડનું આક્રમણ થતાં ખેડૂતો ભયભીત બન્યા છે. ત્યારે ગત રાત્રિએ ધાનેરા તાલુકાના જોરાપુરા ગામમાં તીડરાત્રી રોકાણ કરતાં વહેલી સવારે બનાસકાંઠા જિલ્લા કલેકટર જિલ્લા વિકાસ અધિકારી સહિત સ્થાનિક તંત્રની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને નિયંત્રણ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ધાનેરા તાલુકાના જોરાપુરા ગામ માં તંત્ર દ્વારા તીડ નિયંત્રણ માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ જે દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો હતો તે દવા તીડ સુધી ન પહોંચતા ક્યાંકને ક્યાંક તીડ નિયંત્રણ કરવામાં તંત્રને નિષ્ફળતા મળતી હોય તેવું ખેડૂતો જણાવી રહ્યા છે સાથે સાથે ખેડૂતો માંગ પણ કરી રહ્યા છે કે તંત્ર દ્વારા અને સરકાર દ્વારા આધુનિક ટેકનોલોજી અપનાવી સવારે તાત્કાલિક ધોરણે અને નિયંત્રણ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે વહેલી સવારથી જ તંત્રની સાથે સાથે સ્થાનિક ખેડૂતો પણ પોતાના સાધનો લઈને દવા છંટકાવના કામે લાગી ગયા છે અને તંત્રને મદદરૂપ થઇ રહ્યા છે ત્યારે તાલુકાના જોરાપુરા ગામે સ્થાનિક ધારાસભ્ય પણ આવી પહોંચ્યા છે અને ખેડૂતોને મદદરૂપ થવા માટેના કાર્ય કરી રહ્યા છે તો બીજી તરફ તાત્કાલિક ધોરણે નિયંત્રણ થાય તેવી ધારાસભ્ય પણ માંગ કરી રહ્યા છે.
સ્થાનિક તંત્રની સાથે સાથે રાજકીય આગેવાનો પણ જોરાપુરા ગામે દોડી આવે છે અને ખેડૂતોને મદદરૂપ થવા માટેના અવનવા કીમિયા અપનાવી રહ્યા છે ત્યારે ધાનેરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બલવંતસિંહ બારોટ દ્વારા નગરપાલિકાના ફાયર ફાઈટર ઘટનાસ્થળે આવી ફાયર ફાઈટરમાં દવા નાખી નિયંત્રણ માટેની કામગીરી હાથ ધરવામાં આવી છેતીડ રાત્રી રોકાણ કર્યા બાદ વહેલી સવારે તમામ તીડ આજુબાજુ રહેલા વૃક્ષો ઉપર બેઠા હતા અને તંત્ર દ્વારા ઝાડ પર બેઠેલા અને નાશ કરવા માટે દવાનો છંટકાવ કરવામાં આવતો હતો પરંતુ દવા તીડ સુધી ન પહોંચતા તંત્ર અને ક્યાંક ને ક્યાંક દવા છટકાવ માં નિષ્ફળતા મળતી હોય તેવું લાગી રહ્યું છે તો બીજી તરફ સ્થાનિક લોકો પણ જણાવી રહ્યા છે કે આ કામગીરીથી માત્ર ૨૦ ટકાથી ઉપર જ નિયંત્રણ લાવી શકાય છે અને અત્યારે તમામ તીડ ઝાડ પરથી ઉડી ગયા છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે ક્યારે અતીત પર નિયંત્રણ આવે છે અને ખેડૂતો નિરાંતે બેસે છે.