અંબાજીમાં આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમા થતાં ઓપરેશનો અને અધતન સુવિધાને લઇ રહેવાશીઓમાં આનંદની લાગણી

શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એવું શક્તિપીઠ યાત્રાધામ અંબાજી આ ધામ ની ગુજરાતમાં નહિ પર વિશ્વના સુપ્રસિદ્ધ ધામ તકરી કે ઘણનાં થાય છે ત્યારે આ ગામમાં આવેલા આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં થતાં ઓપરેશન અને અધતન સુવિધા ને લઈને અંબાજી ગામ અને દાતા તાલુકાના રહેવાશીઓમાં ખુશી અને આનંદની લાગણી છવાઈ જવા પામી હતી ગુજરાતના પછાત અને અંતરીયાળ ગણાતો એવો આ દાતા તાલુકામાં આઈ ઑપરેશન, સર્જન નાં ઑપરેશન અને ઓર્થોપેડીક ઓપરેશન ધરાવતી આ એક માત્ર આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ કે જે આખા બનાસકાંઠા જિલ્લામાં કોઈજ ગોવ્રમેન્ટ હોસ્પિટલ નથી કે જ્યાં ઓર્થોપેડિક ઓપરેશન થતાં હસે.
જ્યારે બનાસકાંઠા જીલ્લા ના અંબાજી ગામ માં આવેલ એક માત્ર આધશક્તિ જનરલ હોસ્પિટલ કે જ્યાં ઓર્થોપેડીક ઑપરેશન, સર્જન નાં ઑપરેશન ,અને હાલમાં આઇ ઓપરેશન પણ શરૂ થાય છે બનાસકાંઠા જિલ્લા નો છેવાળા નો વિસ્તાર છે તેમ છતાય બનાસકાંઠા જિલ્લાના પછાત ગણાતા એવા દાતા તાલુકામાં આવેલ તમામ હોસ્પિટલ પકી એક માત્ર અધતન સુવિધા ધરાવતી એવી હોસ્પિટલ અંબાજી ખાતે આવેલી છે કે જ્યાં ઓર્થોપેડીક, સર્જન વગેરે જેવા ઑપરેશન ગોવરમેન્ટનાં ખર્ચે થાય છે સ્થાનિકો નું કહેવું છે કે જ્યારથી આ આધશક્તિ જનરલ હોસ્પિટલ સરકાર હસ્તક થઈ છે ત્યારથી આ આધશક્તિ જનરલ હોસ્પિટલમાં ઘણા સુધારાઓ પણ આવ્યા છે.
આ આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં એ. હેચ. તરીકે ફરજ બજાવતા મયુરભાઈ ચોધરી જોડે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે જ્યારથી આ હોસ્પીટલ રાજ્ય સરકાર સંચાલિત બની છે ત્યારથી આ આધશક્તિ જનરલ હોસ્પિટલ માં અર્થોપેડીક, સર્જન અને હાલમાં આઇ ઑપરેશન પણ શરૂ કરવામાં આવ્યા છે અને ગત મહિના માં ઓર્થોપેડીક 46 અને સર્જન નાં 30 એમ કરી કુલ 80 જેવા ઓપરેશન આ આધશક્તિ જનરલ હોસ્પિટલ ખાતે કરવા માં આવ્યા છે દાંતા તાલુકો એ અંતરિયાળ વિસ્તાર છે અને આ એક પછાત ગણાતો એવો તાલુકો છે ત્યારે આ અંતરીયાળ વિસ્તારમાં માં આવેલ આધશક્તિ જનરલ હોસ્પિટલ માં અધતન સુવિધા, ઑપરેશન અને સારવારને લઈ અંબાજી ગામ અને દાંતા તાલુકાના વિસ્તાર નાં રહેવાશિયો માં આનંદ અને ખુશી ની લાગણી છવાઈ જવા પામી હતી.
અમિત પટેલ, અબાજી