દિયોદર ટીચર પ્રીમિયર લીગમાં સતકીય પારી ખેલતા વિરેન્દ્રસિંહ ઝાલા…. તો રમતુંસિંહની તોફાની બેટિંગ …

- દિયોદર ટીચર પ્રીમિયર લીગમાં સતકીય પારી ખેલતા વિરેન્દ્રસિંહ ઝાલા.,,, તો રમતુંસિંહ ની તોફાની બેટિંગ …
- DTPL_3 માં રામપુરા રોયલ્સ અને જાડા જગુઆર્સ ની ધમાકેદાર જીત.
- રામપુરા ના વિરેન્દ્રસિંહ અને રમતુસિંહ નો આજ સુધીનો અલગ રેકોર્ડ બનાવ્યો…
દેશ માં ક્રિકેટ ફીવર છવાયું છે ત્યારે દિયોદર માં પ્રાથમિક શિક્ષકો દ્વારા ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો છે.ત્યારે આજ રોજ દિયોદર ટીચર પ્રીમિયર લીગ સીઝન 3 ની મહત્વની બે મેચો રમાઈ હતી.જેમાં પ્રથમ મેચ રામપુરા રોયલ્સ અને દિયોદર ડેરડેવિલ્સ વચ્ચે રમાઈ હતી. જેમાં રામપુરા ની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.જો.કે પ્રથમ બેટિંગ કરતા રામપુરા ની ટીમ ના ઓપનિંગ બેસ્ટમેન વિરેન્દ્રસિંહ ઝાલા અને રમતુસિંહ ચૌહાણ બંને ખેલાડીઓ એ આક્રમક શરૂઆત કરી ને એક અનોખો રેકોર્ડ DTPL માં નોંધાવી દીધો હતો જેમાં જેમને 12 ઓવરમાં 237 રન ફક્ત 2 વિકેટ ગુમાવીને બનાવ્યા હતા.જેમાં ત્રણ અલગ રેકોર્ડ નોંધાયા હતા.
જેમાં (1)જેમાં સૌથી વધુ રન ની પાર્ટનરશીપ નો અનોખો રેકોર્ડ નોંધાયો હતો. જેમાં બંને સલામી ખેલાડીઓએ ફક્ત 8.2 ઓવરમાં 174 રન ની ભાગીદારી નોંધાવી હતી.અને (2) બીજો સૌથી વધુ ટોટલ રન નો રેકોર્ડ પણ નોંધાયો હતો જેમાં રામપુરા રોયલ્સ ની ટીમે 237 રન નો જંગી પહાડ ખડકયો હતો..બીજા દાવમાં દિયોદર ડેરડેવિલ્સ ની ટીમ માત્ર 109 રન 6 વિકેટ ગુમાવીને બનાવી શકી હતી. (3) આ મહત્વ ની મેચ માં સલામી બેસ્ટમેન વિરેન્દ્રસિંહ એ ફક્ત 39 બોલમાં 115 રન બનાવી ને અણનમ રહ્યા હતા જે અત્યાર સુધીના સૌથી વધુ રન નો રેકોર્ડ છે.રમતુસિંહે પણ ફક્ત 28 બોલમાં 91 રનની તુફાની શરૂઆત કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.જો.કે બીજી એક મેચમાં જાડા જગુઆર્સ અને દિયોદર ડાયમન્ડસ ની ટીમો ટકરાઈ હતી જેમાં જાડા જગુઆર્સ નો વિજય થયો હતો…
રઘુભાઈ નાઈ (દિયોદર)