કડીમાં આવેલી DPS સ્કૂલમાં અન્ડર 16 ની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

કડી ના ખેરપુર રોડ ઉપર દિલ્હી પબ્લિક સ્કૂલ મહેસાણા દ્વારા U-16 ની T-20 સિઝન બોલ ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. ડીપીએસ સ્કૂલ દ્વારા આયપજીત ક્રિકેટ ટુર્નામેન્ટ માં ગુજરાતની અલગ અલગ 12 સ્કૂલોની ટીમોએ ભાગ લીધેલ છે.દિલ્હી પબ્લિક સ્કૂલ દ્વારા આ ટુર્નામેન્ટ નું આયોજન 27 ડિસેમ્બર 2019 થી 1 જાન્યુઆરી 2020 સુધી કરવામાં આવેલ છે.આંતરરાષ્ટ્રીય સ્તર નું ક્રિકેટ ગ્રાઉન્ડ અને ફ્લડ લાઇટ્સ અને પ્રોફેશનલ આયોજન આ ટુર્નામેન્ટ ના મુખ્ય આકર્ષણ છે.કડી ખેરપુર રોડ ઉપર આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલ નોર્થ ગુજરાતની પ્રથમ સ્કૂલ છે જેમાં ગ્રાઉન્ડમાં કાયમી ફ્લડ લાઇટ્સ ની ફેસિલિટી ધરાવે છે.
27 ડિસેમ્બર ના રોજ સાંજે 5:30 વાગે ફ્લડ લાઇટ્સ નું ઉદ્ધાટન નીલકંઠ સ્ટીલ ના ચેરમેન શ્રી ચંદ્રશેખર અયાશી,સુબોધ થપયાલ(ડિરેકટર- દિલ્હી પબ્લિક સ્કૂલ),શ્રીમતી ગિરજ અયાશી, શ્રીમતી સીમા શર્મા (પ્રિન્સીપાલ-દિલ્હી પબ્લિક સ્કૂલ મહેસાણા) દ્વારા કરવામાં આવેલ હતું. આ ટુર્નામેન્ટ ના આયોજનને સફળ બનાવવા માટે નકુલભાઈ અયાશી(મેનેજીંગ ડિરેકટર) દિલ્હી પબ્લિક સ્કૂલ મહેસાણા અને સમગ્ર સ્ટાફ મેમ્બર્સ દ્વારા ભારે જહેમત ઉઠાવી છે. ટુર્નામેન્ટ માં અલગ અલગ સ્કૂલ જેવી કે સહજાનંદ વિદ્યાલય -ગાંધીનગર, અનન્યા વિદ્યાલય, ડીપીએસ- મહેસાણા, ડીપીએસ- ગાંધીનગર અને બીજી પાંચ ટીમો મળી કુલ 12 ટીમો એ ભાગ લીધો છે. ગુજરાતની પ્રથમ ઇન્ટર સ્કૂલ T-20 ડે નાઈટ ક્રિકેટનું સુંદર આયોજન તેમજ ખુબજ પ્રોફેશનલ રીતે દિલ્હી પબ્લિક સ્કૂલ મહેસાણા કડી – ખેરપુર રોડ ખાતે કરવામાં આવ્યુ છે.