ભિલોડાના કમઠાડીયામા ઉદય સેવા સંસ્થાન ધ્વારા મફત નેત્ર નિદાન કેમ્પ

ભિલોડાના કમઠાડીયા મુકામે સરપંચ શ્રી ઈન્દુબેન ભાવિનભાઈ તબિયાડના લાભાથૅ પોષી પુનમ નિમિત્તે ઉદય સેવા સંસ્થાન દ્વારા મફત નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨૫૫ દદીની આખોની તપાસ કરી હતી અને ૫૫ દદીને મોતિયો હોય ઉદય સેવા સંસ્થાન ભિલોડા દ્વારા ઓપરેશન માટે બારેજા ખાતે લઇ જવામાં આવશે.આ કેમ્પમાં ચુનાખાણ, વાંસળી, સુરપુર કાગવા તથા કમઠાડીયાના લોકોએ લાભ લીધો હતો.આ કેમ્પમાં ઉદયના સંસ્થાનના જીતેન્દ્ર ભાટિયા, રોહિત પટેલ, રાજેન્દ્ર પટેલ તથા ગ્રામજનો હાજર રહ્યા હતા.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)