ધોરણ 9-10ના વિધાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન અને બોર્ડની પરિક્ષાની તૈયારી અંગે સેમિનાર

રિલાયન્સ ફાઉન્ડેશન, જિલ્લા રોજગાર કચેરી-હિંમતનગર અને શ્રી વસાઈ માધ્યમિક શાળા, વસાઇના સંયુક્ત ઉપક્રમે સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં રોજગાર કચેરીમાંથી મોનાબેન રાવલ,વોકેશન ગાઈડન્સ કાઉન્સેલર, કિરણ પટેલ, પ્લેસમેન્ટ ઓફિસર અને રિલાયન્સ ફાઉન્ડેશનના પ્રતિનિધિ ભાવેશ પટેલ તેમજ શાળાના આચાર્ય, શ્રી એ. ડી. ગામેતી અને શિક્ષકશ્રીઓ એ.સી.ગોર, ડી.એન.પટેલ, અક્ષય બી. ચૌધરી, ડી. એન. પટેલ તથા કુલ ૩૪ વિધાર્થીઓ હાજર રહ્યા હતા. મોનાબેન રાવલ દ્વારા ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષા માટે કેવી રીતે તૈયારી કરવી તે અંગેના મહત્વના મુદ્દા વિષે તેમજ કિરણભાઈ પટેલ દ્વારા ધોરણ ૧૦ પછીના વિવિધ કોર્ષ, ભવિષ્યમાં રોજગારીની તકો વિષે માર્ગદર્શન આપ્યું હતું. વિધાર્થીઓએ પ્રશ્નોતરી કરી મૂંઝવતા પ્રશ્નો જેવા કે આઈ.ટી.આઈ.ના કોર્ષ, યાદશક્તિ કઈ રીતે વધારવી, વિવિધ ડિપ્લોમા અને નર્સિંગ, તબીબી ક્ષેત્રને લગતા કોર્ષ વિષે માર્ગદર્શન મેળવ્યું હતું. શાળાના આચાર્યશ્રી અને સ્ટાફ દ્વારા માર્ગદર્શન આપવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન અને રોજગાર કચેરીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ચાલતી વિવિધ ટેકનૉલોજિ આધારિત સેવાઓ અને ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૪૧૯ ૮૮૦૦ દ્વારા ખેતી અને પશુપાલન ,બજારભાવ ,હવામાન, રોજગાર ,આરોગ્ય વગેરેની માહિતી લેવા માટે સૂચન કર્યું હતું.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)