કરૂણા અભિયાન ૨૦૨૦ અન્વયે નડિયાદ સરદાર ભવન ખાતેથી રેલીનું પ્રસ્થાન કરાવતા કલેકટર આઇ.કે.પટેલ

નડિયાદ
રાજય સરકાર દ્વારા કરૂણા અભિયાન-૨૦૨૦ (તા.૧૦-૦૧-૨૦૨૦૧ થી તા.૨૦-૦૧-૨૦૨૦ સુધી)નું આયોજન કરવામાં આવેલ હતું. જેના અનુસંધાને આજે નડિયાદ ખાતે જિલ્લા૦ કલેકટરશ્રી આઇ.કે.પટેલે નડિયાદ સરદાર ભવનથી કલેકટર કચેરી સુધીની રેલીનું પ્રસ્થાાન કરાવ્યું હતું. આ રેલીમાં વન અધિકારીશ્રી એન.એસ.પટેલ, પશુ પાલન અધિકારીશ્રી વી.કે.જોષી, જિલ્લાા શિક્ષણાધિકારી શ્રીમતી દવે, આર.એફ.ઓ શ્રી એન.એ.વણકર, નડિયાદની વિવિધ હાઇસ્કુશલના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મોટી સખ્યાખમાં નાગરીકો જોડાયા હતા. પક્ષી બચાવવા માટેના બેનરો અને નારાઓ સાથે વિદ્યાર્થીઓએ જીવદયાનો સંદેશો નગરજનોને પાઠવ્યોી હતો.