બેંક ઓફ બરોડા, ખેડા ક્ષેત્રના નવા ક્ષેત્રીય કાર્યાલયનો નડીઆદ ખાતે ઉદ્ઘાટન સમારોહ યોજાયો

બેંક ઓફ બરોડા, ખેડા ક્ષેત્રના નવા ક્ષેત્રીય કાર્યાલયનો નડીઆદ ખાતે ઉદ્ઘાટન સમારોહ યોજાયો
Spread the love

નડિયાદ,
નડિયાદ ખાતે બેંક ઓફ બરોડાના ખેડા ક્ષેત્રીય કાર્યાલયનો શુભારંભ જિલ્લાુ કલેકટરશ્રી આઇ.કે.પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યોા હતો. આ પ્રસંગે જિલ્લાય કલેકટરશ્રીએ જણાવ્યુંા હતું કે, બેંકની ક્ષેત્રીય શાખા નડિયાદ ખાતે શરૂ થવાથી નડિયાદના અને ખેડાના આર્થિક વ્યાવહારો અને તેની પ્રગતિમાં નોંધપાત્ર વધારો થશે. બેંકની જરૂરીયાતની સેવાઓ ત્વરીત મળશે જેનો ખેડા જિલ્લાવની પ્રજાને લાભ મળશે.

આ પ્રસંગે ખેડા જિલ્લાાના બેંક ઓફ બરોડાના અધિકારીઓ અને કર્મચારીઓએ ગ્રાન્ડં ચેતક થી નવા ક્ષેત્રીય કાર્યાલય સુધી બાઇક રેલી લીડ બેંક મેનેજરશ્રી દિવ્યેનશ પરીખની આગેવાની હેઠળ યોજી હતી. રેલીમાં સ્વ્ચ્છ ભારત, બેટી બચાવો, બેટી ભણાવો અને પાણી બચાવો જેવા બેનરો અને સ્લોેગનો સાથે રેલી રાજમાર્ગ પર ફરી હતી.
અતિથિ વિશેષ પદેથી બૅન્ક ઓફ બરોડાના એક્સિક્યુટિવ ડિરેક્ટર શ્રી શાંતિલાલ જૈને જણાવ્યું હતું કે, બેંક ઓફ બરોડા ખેડા જિલ્લા ની લીડ બેંક છે અને તેની આગેવની હેઠળ જિલ્લારનો બેંન્કીંજગ વ્ય્વસાય સારી રીતે ચાલી રહયો છે તે ગૌરવની વાત છે. આજે અહિં તેની રીજીયોનલ ઓફિસ ખુલવાથી જિલ્લાેના નાગરિકોને તેનો લાભ મળશે. શ્રી શાંતિલાલ જૈને જણાવ્યુ હતું કે, આ વિસ્તારનો અભ્યાસ કરતાં નવા ક્ષેત્રિય કાર્યાલય ખૂલવાથી ગ્રાહકોને ત્વરિત લોન મંજૂરીની સુવિધા મળી રહેશે તથા SME યોજના અંતર્ગત મોટી રકમના ધિરાણો પણ ત્વરિત મંજૂર થઈ જશે. આ પ્રસંગે એમણે નવા કાર્યાલય ના ઉદ્ઘાટન બદલ સહુને શુભેચ્છા પાઠવી હતી.  બૅન્ક ઓફ બરોડા અમદાવાદ ઝોનના જનરલ મેનેજર અને ઝોનલ હેડ શ્રીમતી અર્ચના પાંડેએ બેંક ઓફ બરોડાની કામગીરીની વિસ્તૃાત માહિતી આપી આવનારા સમયમાં બેંન્કીંાગ ક્ષેત્રમાં ઉપલબ્ધ સેવાઓની જાણકારી આપી હતી. તેઓએ બેન્કીં ગમાં સુરક્ષા અને બેંકની સેવાઓના લાભની પણ જાણકારી આપી હતી. એમણે એ પણ જણાવ્યુ હતું કે, ખેડા ક્ષેત્રની નવી ઓફિસ ખૂલવાથી ગ્રાહકોને ખૂબ જ ફાયદો થશે તથા તુરંત સંપર્ક ધ્વારા એમના પ્રશ્નો નું ઝડપથી નિરાકરણ થશે. આ ઉપરાંત એમણે જણાવ્યુ હતું કે, અમદાવાદ ઝોન ધ્વારા પતંગ બનાવવાનો વ્યવસાય કરતી બહેનોને ધિરાણ આપવા માટેની બેંકની સ્પેશિયલ એરિયા સ્પેસિફિક સ્કીમ બનાવવામાં આવી છે જેના અંતર્ગત નડીઆદની ઘણી બહેનોને ધિરાણ આપવામાં આવ્યું છે.

ખેડા ક્ષેત્રના રીજીયોનલ જનરલ મેનેજર શ્રી મહેન્દ્ર બી. વાલાએ ખેડા જિલ્લાિમાં બેંક દ્વારા આપવામાં આવતી સેવાઓ અને તેની શાખાઓની જાણકારી આપી તેનો મહત્તમ લાભ લેવા પ્રજાજનોને જણાવ્યું હતું. ખેડા ક્ષેત્રના રીજીયોનલ જનરલ મેનેજર શ્રી મહેન્દ્ર બી. વાલા તરફથી આભાર વિધી પ્રગટ કરવામાં આવી હતી તથા આ ઓફિસ ખૂલવાથી ગ્રાહકોને થતાં ફાયદા વિષે જણાવ્યુ હતું. ગ્રાહકોને સારી સેવા પૂરી પાડવા તથા તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવાનું આશ્વાસન આપ્યું હતું. ડેપ્યુટી રીજનલ મેનેજર શ્રી. મયુર ઈદનાનીએ ઉપસ્થિત સૌ નાગરિકોને બેંન્કીંપગ સેવામા સુરક્ષા સાથે વીમા કવચની પણ જાણકારી આપી હતી.  આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો ધ્વારા ખેડા જિલ્લા ની વિવિધ બેંક ઓફ બરોડાની શાખાઓના ગ્રાહકોને લોનની મંજૂરીના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સફળ આયોજન ખેડા ક્ષેત્રિય કાર્યાલય માર્કેટીંગ ડિપાર્ટમેંટના સીનિયર મેનેજર શ્રી અર્પિત વ્યાસ તથા તેમની ટીમે કર્યું હતું.

Admin

Admin

9909969099
Right Click Disabled!