ગુજરાત સાહિત્ય અકાદમી,ગાંધીનગર શ્રી મહાકાલ કોમ્યુનિકેશન કલોલ અને મહીસાગર સાહિત્ય સભાના સંયુક્ત ઉપક્રમે રાજ્યકક્ષાનો પરિસંવાદ

ગુજરાત સાહિત્ય અકાદમી,ગાંધીનગર શ્રી મહાકાલ કોમ્યુનિકેશન કલોલ અને મહીસાગર સાહિત્ય સભાના સંયુક્ત ઉપક્રમે રાજ્યકક્ષાનો પરિસંવાદ
Spread the love

લુણાવાડા,

ગુજરાત સાહિત્ય અકાદમી,ગાંધીનગર શ્રી મહાકાલ કોમ્યુનિકેશન કલોલ અને મહીસાગર સાહિત્ય સભાના સંયુક્ત ઉપક્રમે લુણાવાડા ખાતે શ્રી લાલસિંહજી લાયબ્રેરી હૉલમાં કરણઘેલો પ્રથમ નવલકથાના સર્જક નંદશંકર તુળજાશંકર મહેતા અને જયંત પાઠકના વિષય પર એક દિવસીય રાજ્યકક્ષાના પરિસંવાદનું સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ, જિલ્લા કલેકટરશ્રી નેહા કુમારી, પોલીસ અધિક્ષકશ્રી ઉષા રાડા, અધિક નિવાસી કલેક્ટરશ્રી આર આર ઠક્કર, શ્રી પુષ્પેન્દ્રસિહજીની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ પરિસંવાદમાં ગુજરાત રાજ્ય અંત્યોદય વિકાસ નિગમ ચેરમેન શ્રી ગૌતમભાઈ ગેડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં કરણઘેલો નવલકથા અને ઇતિહાસ જયંત પાઠકની કવિતા, વનાંચલવિષયો ઉપર ઇતિહાસકારશ્રી ડૉ. મકરંદ મહેતા અને જાણીતા સાહિત્યકાર પદ્મશ્રી ડૉ. પ્રવીણ દરજી અને સાહિત્યકારશ્રી ડૉ. મણિલાલ હ.પટેલ, એડવોકેટ શ્રી કનુભાઇ દવે, શ્રી ડૉ.રાજેશ વણકર, શ્રી પ્રતાપસિંહ ડાભી, શ્રી વિનોદભાઇ ગાંધી જેવા નામી જાણીતા સાહિત્યકારો ઇતિહાસકારોના રસપ્રદ ઉદબોધનોને સાહિત્ય રસિકોએ માણ્યું હતું. મહીસાહિત્ય સભા સંયોજકશ્રી નરેન્દ્ર જોષી, શ્રી ડૉ.રમેશ વાઘેલા, તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી શૈલેષ પંડ્યા અને શ્રી હિતેશ પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ મોટી સંખ્યામાં મહીસાગર જિલ્લાના સાહિત્ય પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!