લોકરક્ષક દળ ભરતી કૌભાંડમાં મહિલા ઉમેદવારોને અન્યાય વિરોધમાં આવેદનપત્ર

ગુજરાત રાજ્ય સરકારના ભરતી કૌભાંડમા લોકરક્ષક દળમા OBC, SC, ST અનામત વર્ગની મહિલા ઉમેદવારોને બિનઅનામત વર્ગ હેઠળ જે અન્યાય થયો એના વિરોધમાં પાટણ જીલ્લા કોગ્રેસ ઓ.બી.સી. (બક્ષીપંચ) સમિતી પ્રમુખ શૈલેષભાઈ રબારીનાં નેજા હેઠળ તારીખ. 21/01/2020 બપોરે 12:00 કલાકે મંગળવારનાં રોજ પાટણ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યુ. જેમાં બહોળી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. પાટણ જીલ્લા કોગ્રેસ ઓ.બી.સી. (બક્ષીપંચ) સમિતી પ્રમુખ શૈલેષભાઈ રબારી નિવેદન આપ્યું હતું કે વહેલામાં વહેલી તકે GAD પરિપત્ર રદ નહિ થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે કાર્યક્રમો કરીશું.