પાટણ જિલ્લા પત્રકાર એકતા સંગઠનના રાધનપુર-સાતલપુર તાલુકા વિભાગના પ્રમુખ-મંત્રી સહિત કારોબારીની રચના

પાટણ જિલ્લા પત્રકાર એકતા સંગઠનના રાધનપુર-સાતલપુર તાલુકા વિભાગના પ્રમુખ-મંત્રી સહિત કારોબારીની રચના
Spread the love
  • રાધનપુર નર્મદા નિગમની કચેરી ખાતે પાટણ જિલ્લા પત્રકાર એકતા સંગઠનની બેઠક મળી
  • એકતા સંગઠન ની ટીમને એક અને નેક બની સંગઠનને મજબૂત કરવા આહવાન કરાયું

ગુજરાત પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ લાભુભાઈ કાત્રોડીયા તેમજ સંગઠન પ્રભારી સલીમભાઈ બાવાની ના પ્રયત્નોથી સમગ્ર ગુજરાતના જિલ્લા મથકો ખાતે પત્રકાર એકતા સંગઠનની રચના કરવામાં આવી રહી છે ત્યારે પાટણ જિલ્લા પત્રકાર એકતા સંગઠન ના ઉત્સાહી પ્રમુખ હર્ષદભાઈ પંચોલી અને તેમની ટીમ દ્વારા રવિવારના રોજ રાધનપુર નર્મદા કચેરી  ખાતે પાટણ જિલ્લાના બે તાલુકા રાધનપુર ,સાંતલપુર તાલુકાના પ્રમુખ, મંત્રી સહિત કારોબારીની રચના સર્વાનુમતે કરવામાં આવી હતી. નર્મદા કચેરી ખાતે બે તાલુકાના પ્રમુખ મંત્રી અને કારોબારી સભ્યની રચના અર્થે મળેલી અગત્યની બેઠકમાં ઉપસ્થિત રહેલા પાટણ જિલ્લા પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ હર્ષદભાઈ પંચોલીએ પત્રકારોને એક અને નેક બની સંગઠનની ભાવના સાથે પત્રકાર એકતા સંગઠન ને આગળ ધપાવવા અપીલ કરી હતી.

પાટણ જિલ્લાના રાધનપુર, સાંતલપુર તાલુકાની સંયુક્ત કમિટીની રચના કરવામાં આવી હતી. જેમાં રાધનપુરમાં પ્રમુખ તરીકે નાથાલાલ ઉપપ્રમુખ જ્યંતીભાઈ જોષી મહામંત્રીપદે કીર્તિભાઈ ઠક્કર, સહમંત્રી બાબુભાઇ પરમાર તેમજ આઇટી સેલમાં વિક્રમ ઠાકોર, ખજાનચીમાં જગદીશ પંચાલની વરણી કરવામાં આવી હતી. જ્યારે સાંતલપુર તાલુકામાં પ્રમુખ તરીકે આસ્તિક  રાજગોર, ઉપપ્રમુખ તરીકે અશરફ ખાન જત, મંત્રી પદે ચનુભા સોઢા, મહામંત્રીપદે જશુદાન ગઢવી અને આઇટી સેલ ના પદે  ભગીરથ સિંહ જાડેજા ની સર્વાનુમતે વરણી કરાઈ હતી.

રાધનપુર નર્મદા કચરી ખાતે મળેલી આ બેઠકમાં પાટણ જિલ્લા પત્રકાર એકતા સંગઠનના યશપાલ સ્વામી, વિનોદ ગજ્જર,  પ્રવીણ દરજી, નાનજીભાઈ ઠાકોર, રમેશ કોલી, દક્ષેશ ખત્રી, કનુભાઈ ઠાકર, પ્રદેશ કક્ષાના કમલેશભાઈ પટેલ તેમજ અને રાજેશભાઈ જાદવ, પરેશ ઝાલા, જયપ્રકાશ વ્યાસ સહિતના સભ્યો અને મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. મીટિંગના અંતે રાધનપુર, સાંતલપુરના પત્રકાર મિત્રો દ્વારા તૈયાર કરાયેલ ભોજનનો રસાસ્વાદ માણીને આનંદ સાથે પાટણ જિલ્લા પત્રકાર એકતા સંગઠનનો જય જય કાર કરવામાં આવ્યો હતો.

Admin

Admin

9909969099
Right Click Disabled!