કડીના કાસ્વા ગામની સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિ ઝડપાઇ

કડીના કાસ્વા ગામની સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિ ઝડપાઇ
Spread the love

કડી મામલતદાર કચેરી દ્વારા નવીન રેશનકાર્ડ મેળવવા માટે પ્રજાને હાલાકી ના પડે અને રેશનકાર્ડ કઢાવવામાં વચ્ચેટીયા નો ત્રાસમાંથી પ્રજાને બહાર કાઢવા માટે સર્વે કરવામાં આવ્યો જેમાં મૅડા આદરજ,સુજાતપુરા,કડી કસ્બા વિસ્તાર તથા રાજીવનગર જેવા વિસ્તારોમાં સ્થળ ઉપર જઈ જરૂરી પુરાવા મેળવી ઉત્સાહી અધિકારીઓએ રેશનકાર્ડ બનાવી આપ્યા હતા અને ખોટા લાભાર્થીની ઓળખ કરી સહાય બંધ કરવાની નોટિસ પણ ફટકારવાનું ચાલુ કર્યું છે.બીજી બાજુ સસ્તા અનાજની દુકાનોમાં થતી ગેરરીતિ સામે કડી મામલતદાર તેમજ પુરવઠા મામલતદાર દ્વારા લાલ આંખ કરી કડીના કાસ્વા ગામની સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિ પકડી પાડવામાં આવી હતી. કડીના કાસ્વા ગામમાં પુરવઠા નિરીક્ષક ,કડી મામલતદાર તથા નાયબ મામલતદાર કલ્પેશ રાયકા પુરવઠા શાખા દ્વારા પટેલ મહેન્દ્રભાઈ જીવીદાસ દ્વારા સંચાલિત સસ્તા અનાજની દુકાનમાં ઘઉં 1772 કી. ગ્રા., ચોખામાં 813 કિ. ગ્રા. તથા ખાંડમાં 2.250 કી. ગ્રા. નો જથ્થો બારોબાર વેચી દીધેલ હોવાનું જણાયું હતું આ ઉપરાંત કુપન કાઢવાના ગેરકાયદેસર રીતે 10 રૂ.લેવામાં આવતા હોવાની ગેરરીતિ જણાતા તાત્કાલિક અસર થી પરવાનો રદ કરી દેવામાં આવ્યો હતો.

રિપોર્ટ : ધવલ ગજ્જર (કડી)

Admin

Admin

9909969099
Right Click Disabled!