કડી પોલીસે ફુકેત્રા ગામ પાસેથી કેમિકલયુક્ત પાણી ભરેલું ટેન્કર ઝડપી પાડયું

કડી તાલુકાના ફૂલેત્રા ગામની સીમમાં રવિવારે રાત્રી દરમ્યાન કેમિકલયુક્ત દૂષિત પાણી ખાલી કરવા આવેલા શખ્સો ને કડી પોલીસે ટેન્કર સાથે ઝડપી પાડ્યા હતા.કડી પોલીસે પ્રદુષણ ફેલાવી પર્યાવરણને નુકશાન કરવા બાબતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કડી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમય થી અવાવરું જગ્યાઓ જેવી કે ગૌચર, પડતર જમીન કે નર્મદા કેનાલની બાજુની જગ્યામાં રાત્રીના સમયે અંધકારમાં કેમિકલનો ઉપયોગ કરતા કેટલાક ઉદ્યોગપતિઓ માણસો રાખી કેમિકલયુક્ત દૂષિત પાણી ઠાલવી દેવામાં આવે છે જેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું ત્યાં જ કડી પોલીસ મથકના એ.એસ.આઈ. ભગવાનજી ઠાકોર ખાનગી બાતમીને આધારે રવિવારના રાત્રીના સમયે ફૂલેત્રા ગામની સીમમાં કેટલાક ઈસમો કેમિકલયુક્ત દૂષિતપાણી ખાલી કરવા આવેલા ઇસમોને કેમિકલયુક્ત દૂષિત પાણી ભરેલા ટેન્કર સાથે ઝડપી લીધા હતા.
ફૂલેત્રા ગામના મંદિર પાસેથી પસાર થતા ટેન્કરને બાતમીને આધારે ઉભું રખાવતા ટેન્કર ચાલક ટેન્કર જી જે 01 બીટી 8637 નંબર નું ટેન્કર મૂકી ફરાર થયી ગયો હતો અને ટેન્કરમાં બેઠેલા બીજા ત્રણ શખ્સો ને પોલીસે ઝડપી લીધા હતા.પોલીસે શંકાના આધારે ટેન્કરની તપાસ કરતા ટેન્કરમાં કેમિકલયુક્ત એસિડિક દૂષિત પાણી દશ હજાર લીટર મળી આવ્યું હતું જેના પગલે કડી પોલીસે કેમિકલયુક્ત ટેન્કર કબજે લઈ વાઘેલા ભરતસિંહ વિક્રમસિંહ ટેન્કર ચાલક રહે.વિડજ તા.કડી, પટેલ રોનક રતીશભાઈ રહે.નાની કડી ,પટેલ કામેશ હિતેશભાઈ રહે.સિટીપાર્ક સોસા.કડી, પટેલ મુર સંજયભાઈ રહે.26-રાજસિટી સોસા.કડી ને ઝડપી લઈ પ્રદુષણ અધિનિયમ 1981ની કલમ 37,પાણી પ્રદુષણ તેમજ પર્યાવરણ સુરક્ષા અધિનિયમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટ : ધવલ ગજ્જર (કડી)