પત્રકાર એકતા સંગઠનના મહામંત્રી અને “જન સૂરત ન્યૂજ”ના તંત્રી સૈયદ હબીબ ઉપર સૂરત મનપાના અધિકારીઓની મીલીભગતથી હુમલો…!

પત્રકાર એકતા સંગઠનના તમામ હોદ્દેદારો હાજર રહી સૂરત પોલીસ કમિશનર અને સૂરત જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું. આ આવેદનપત્ર કાયદાકીય માર્ગદર્શન મુજબ લીગલ સેલ દ્વારા તૈયાર કરી સુરત જિલ્લાના પ્રેસ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયા ની બંને ટીમો જિલ્લા કારોબારી, હોદ્દેદારો, જિલ્લા પ્રમુખ શ્રી સચિન ભાઈ પટેલ તેમજ ઇલે.મીડિયા જિલ્લા પ્રમુખ શ્રી સતિષભાઈ કુંભાણીની હાજરીમાં પ્રદેશ સમિતિ પત્રકાર એકતા સંગઠનના મહામંત્રી શ્રી પિનાકીનભાઈ પરમાર, પ્રદેશ સહમંત્રી રીટાસિંઘ, તેમજ ઝોન-૪ના પ્રભારી શ્રી એસ. વાય. ભદોરિયાના માર્ગદર્શન નીચે સહપ્રભારી શ્રી હરજીભાઈ બારૈયા, રમેશભાઈ ભાદાની, નાસીર પઠાણ, અતુલ પાટીલ, મોહસીન ખત્રી સહિત મોટી સંખ્યામાં પત્રકારો જોડાયા હતા.
આ આવેદન કાર્યક્રમ મા ખાસ પત્રકારો ઉપર થતાં હુમલા અને ખોટી ફરિયાદો કે પોલીસ સાથે મેળાપીપણમાં લુખ્ખાઓ નો ત્રાસ કાયમી સમસ્યા બન્યા છે. પોલીસ ની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. પત્રકારો ઉપર સરા જાહેર જીવલેણ હુમલા થાય એ જ પોલીસની નબળાઈનો પુરાવો છે. આમ છતાં પોતાની ભૂલ ઢાંકવા અને ગુંડાઓને સહકાર આપવાની ભૂમિકામાં પોલીસ કામગીરી હોય તેવો અહેસાસ ખુદ પત્રકારોને કરાવ્યો છે ત્યારે સામાન્ય પ્રજાનું કોણ..? અનેક સવાલો ઉઠી રહ્યા છે. તેવા સંજોગોમાં ભારે રોષ સાથે આવેદન આપતાં સમયે સામાજિક સંગઠનો પણ જોડાયા હતા. ઘટનાનો રોષ એટલી હદે હતો કે ભારતીય પત્રકાર સંઘના રમજાન ભાઈ મન્સૂરી, મહામંત્રી શ્રી રવીન્દ્ર પાટીલ, જિલ્લા પ્રમુખ શ્રી પ્રકાશ પટેલ, ઉપપ્રમુખ સમિર મન્સૂરી તેમજ માનવ અધિકાર તેમજ ગ્રાહક સુરક્ષા મંડળના તારિક સૈયદ, સમીર સૈયદ, ફિરોજ દેશમુખ, ભારત પટેલ, ભૂપત ભાઈ વિગેરે પણ જોડાયા હતા.
અન્ય પત્રકાર સંગઠનોએ પણ ટેકો જાહેર કર્યો હતો.પત્રકાર એકતા સંગઠનના લીગલ એડવાઇસર અને માનદ વકીલ શ્રી રમેશભાઈ મકવાણાએ પોલીસ કમિશનરશ્રી અને ડે. કલેકટર ને રૂબરૂ રજૂઆત કરી હતી કે આ ગમ્ભીર ગૂનો હોવા છતા આ મામલે લાલગેટ પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ નોંધવામાં બેદરકારી દાખવી છે અને પૂર્વ આયોજિત કાવતરું યોજી આ ગમ્ભીર ગુનાને અંજામ આપવામા આવેલ છે. પત્રકાર સૈયદ હબીબ ઉપર જાન લેવા હુમલામા 30 થી વધુ માથા અને પગમા ટાંકા આવ્યા હોવા છતા આઈપીસીની કલમો 307 અને ગેરકાયદેસર મંડળી 120(બી) નોંધવામાં આવેલ નથી.
પત્રકાર એકતા સંગઠનના સહમંત્રી શ્રી પિંકલ ઘીવાળા દ્વારા ધારદાર રજૂઆતો કરવામા આવી હતી કે પત્રકાર હુમલા સૂરત મહાનગર પાલિકાની હદમા ચાલી રહેલા ગેરકાયદે બાંધકામોને કારણે રેવન્યુ આવક ઉપર બેવડો માર પડે છે જેથી કરી સરકારને નુકશાન વેઠવું પડી રહ્યું છે. વધુમાં સૂરત જિલ્લા તથા નવસારી જિલ્લા અને તાપી જિલ્લાના પત્રકાર એકતા સંગઠનના તમામ હોદ્દેદારો મોટી સંખ્યામા હાજર રહી ન્યાય માટે હુંકાર લગાવી હતી. ભવિષ્યમા પત્રકાર ઉપર હુમલા ન થાય તે માટે ધારદાર રજૂવાતો કરવામા આવેલ હતી. આટલી રજૂઆતથી યોગ્ય કાર્યવાહી નહિ થાય તો ગુજરાતભરમાં તમામ જિલ્લા અને તાલુકાઓ મા લડતના કાર્યક્રમો આપવાની ફરજ પડશે તેવો હુંકાર પત્રકાર એકતા સંગઠને કર્યો હતો.
સૂરત
પત્રકાર એકતા સંગઠન
સૂરત જિલ્લો