પ્રાતીજ પોલીસ શક્તિવિંગની સરાહનીય કામગીરી

સાબરકાંઠા જીલ્લાના પોલીસ વડા શ્રી ચૈતન્ય રવિન્દ્ર મંડલીક સાહેબની સુચના મુજબ મહિલા સશક્તિકરણ માટે મહિલા શક્તિવિંગની રચના કરવામાં આવી છે જે અનુસંધાને પ્રાતીજ પોલીસ સ્ટેશનમાં બનાવેલ મહિલા શક્તિવિંગના કમૅચારી વુ.પો.કો. વષાૅબા મદનસિંહ તથા વુ.પો.કો. રેખાબેન બબસિહ ધ્વારા સવૉદય ઉત્તર બુનિયાદી કન્યાવિધૅાલય પ્રાતીજની મુલાકાત લેવામાં આવેલ જેમાં સ્કૂલમાં અભ્યાસ કરતી મહિલાઓને મહિલા શક્તિવિંગ બાબતે જરૂરી માગૅદશૅન આપવામાં આવેલ ત્યારબાદ મહિલા શક્તિવિંગના કમૅચારીઓ પ્રાંતીજ ટાઉનમાં ફરતા હતા તે દરમ્યાન અેક માનસિક રીતે અસ્વસ્થ બાળક આશરે ઉ.વ. ૭ નુ મળી આવતા તેને પ્રાંતીજ પોલીસ સ્ટેશન ખાતે લાવી સ્નાન કરાવી તેને નવીન કપડા પહેરાવી જમવાનું આપવામાં આવેલ અને તેના પરિવારની શોધખોળ કરી તેના ઘરે લઈ જઈ પરિવાર ને સોંપવામાં આવેલ આમા પ્રાંતીજ પોલીસ શક્તિવિંગે સરાહનીય કામ કયુૅ હતુ.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)