ભરૂચ જિલ્લામાં ૭ મી આર્થિક ગણતરીની કામગીરીનો પ્રારંભ

ભરૂચ જિલ્લામાં ૭ મી આર્થિક ગણતરીની કામગીરીનો પ્રારંભ
Spread the love

ભરૂચ,
ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ સ્ટેટેસ્ટિકસ એન્ડ પ્રોગ્રામ (MOSPI) દ્વારા સમગ્ર દેશમાં સાતમી આર્થિક ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સમગ્ર દેશમાં દર ૫ વર્ષે આર્થિક ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવે છે.
જે અંતર્ગત ભરૂચ જિલ્લામાં તા.૨૦/૦૧/૨૦૨૦ થી આર્થિક ગણતરીની કામગીરીનો પ્રારંભ કરવામાં આવેલ છે. દેશમાં પ્રથમ વખત ડિજિટલ માધ્યમથી મોબાઇલ એપ્લિકેશન દ્વારા વસતિ ગણતરી કરવામાં આવશે.
આ આર્થિક ગણતરીની કામગીરી ભારત સરકાર દ્વારા CSC (કોમન સર્વિસ સેન્ટર) ને સોપવામાં આવી છે. જિલ્લાની ભૌગોલિક સરહદમાં આવતા ઘરની ગણતરીદાર દ્વારા રૂબરૂ મુલાકાત લઇ મોબાઇલ એપ્લીકેશન દ્વારા કુટુંબની વ્યક્તિઓ દ્વારા ઘરની પ્રાથમિક માહિતી અને કુટુંબની વ્યક્તિઓ દ્વારા ઘરની બહાર ચોક્કસ માળખા સાથે અને ચોક્કસ માળખા સિવાય આર્થિક પ્રવૃતિઓ જેવીકે,લારી-પાથરણા, રીક્ષા, દુકાન, ઓફિસ, કારખાના વિગેરે માહિતી એકત્ર કરવાની કામગીરી કરશે.

આર્થિક ગણતરી દ્વારા ભરૂચ જિલ્લામાં ચાલતી આર્થિક ગતિવિધિઓની માહિતી મેળવી શકાશે જેના દ્વારા ક્યા તાલુકામાં કેવા પ્રકારના ધંધા રોજગાર ચાલે છે અને તેના દ્વારા કેટલા લોકો રોજગારી મેળવે છે. તે પ્રકારની માહિતી મેળવી શકાય.
ભરૂચ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના સુપરવાઇઝરો મારફતે મોબાઇલ એપ્લીકેશન દ્વારા આ માહિતી એકત્ર કરવાની કામગીરી કરવામાં આવશે.

આર્થિક ગણતરીની કામગીરીનું ૧૦૦% કામગીરી અને સુપરવિઝન CSC દ્વારા અને NSSO તથા જિલ્લા પંચાયતની આંકડાશાખા દ્વારા દ્વિતીય કક્ષાનું સુપરવિઝન સ્થળ પર ચકાસણી કરી, કરવામાં આવશે. જેથી ગ્રામ્ય અને શહેરી કક્ષાની કામગીરી માટે દરેક સ્થાનિક સંસ્થા (ગ્રામ પંચાયત અને નગરપાલિકા) ઓનો સહયોગ લેવામાં આવશે.
જિલ્લાના માન.કલેકટરશ્રીએ ભરૂચ જિલ્લાના તમામ નાગરીકોને દેશ પ્રત્યે ફરજના ભાગરૂપે આપના ઘરે આવનાર ગણતરીદારને માહિતી આપવા પૂરતો સહયોગ આપવા અનુરોધ કરેલ છે એમ જિલ્લા આંકડા અધિકારી, જિલ્લા પંચાયત – ભરૂચે એક અખબારી યાદીમાં જણાવેલ છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!