ભરૂચના કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાના અધ્યક્ષપદે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની મળેલી બેઠક

ભરૂચના કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાના અધ્યક્ષપદે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની મળેલી બેઠક
Spread the love

ભરૂચ,
ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાના અધ્યક્ષપદે કલેક્ટર કચેરી ભરૂચ ખાતે યોજાયેલી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમાં જિલ્લાના ૭ તાલુકાના ૨૮ ગામોના ૧૮૬૯ ઘરોને આવરી લેતી રૂા.૧૮૯.૯૮ લાખના ખર્ચે પીવાના પાણીની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. જેમાં ટ્રાયબલ વિસ્તારમાં ૨૨ જનરલ વિસ્તારના ૦૫ અને ૧ અન્ય વિસ્તારના ગામોનો સમાવેશ થાય છે.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરવિંદ વિજયન, વાસ્મોના યુનિટ મેનેજરશ્રી દર્શનાબેન પટેલ, જિલ્લા સમિતિના સભ્યો સહિત અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાએ કેન્દ્ર સરકારના જલ જીવન મિશન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલ “નલ સે જલ” કાર્યક્રમ હેઠળ જિલ્લાના તમામ ગામોના પ્રત્યેક ઘરમાં ૧૦૦ ટકા નળ જોડાણનો લક્ષ્યાંક સિધ્ધ કરવા યોજનાવાર માઇક્રો પ્લાનિંગ કરીને જે તે કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થાય અને લાભાર્થી પરિવારોને પીવાના પાણીની સુવિધા સમયસર ઉપલબ્ધ થાય તે જોવા અમલીકરણ અધિકારીઓને ખાસ સૂચના આપી હતી. વધુમા અધ્યક્ષશ્રી એ પ્રગતિ હેઠળની ૬૯ યોજનાઓમા ઝડપી કામગીરી પૂર્ણ કરી પાણી પુરવઠો શરૂ કરવા જણાવ્યુ. જ્યારે હાલ જીલ્લામા ૯૧. % ઘર નળ જોડાણ થયેલ છે બાકી ૯% ઘર નળ જોડાણ ઝડપ થી જલ જીવન મિશન “નલ સે જલ “ કાર્યક્રમ હેઠળ મંજુર કરવા જણાવામા આવ્યુ જે વાસ્મો યુનિટ મેનેજર દર્શનાબેન ડી. પટેલ દ્રારા યોજનાઓ ઝડપી મંજુર કરાવવાની ખાત્રી આપવામાં આવી હતી.

જિલ્લા જળ અને એકમ વાસ્મો ધ્વારા જીલ્લા જળ અને સ્વચ્છતા એકમ – વાસ્મો, ભરૂચ ધ્વારા “જલ જીવન મિશન “નલ સે જલ “ કાર્યક્રમ હેઠળ ભરૂચ જીલ્લાનાં ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની નવી સુવિધા અથવા ઘટતી સુવિધા ઉભી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ગ્રામજનોની માંગણી આધારે લોક ભાગીદારીથી ગામની પાણી યોજનાનો ગામની પાણી સમિતિ દ્રારા અમલ થાય છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!