રાજુલાના હિંડોરણા ગામે આહિર સમાજના સમૂહ લગ્ન યોજાયા

તા 30ના રોજ રાજુલા તાલુકાના હીંડોરણા ગામે આહીર સેવા સમાજ ત્થા સમસ્ત ગામ દ્વારા દ્રીતીય સમુહલગ્ન સમારોહનુ આયોજન કરવામાં આવ્યું હતું. હીંડોરણાના આહીર સમાજના સમુહલગ્ન સમારોહમાં 12 યુગલ નંવદંપતિ ઓ એ પ્રભુતામાં પગલાં પાડયાં હતા અને તેમને આશીર્વાદ આપવા માટે સંતો મહંતો સહીત સમાજના રાજકીય તેમજ સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં આહીર સમાજ ના લોકો ઉપસ્થિત રહીયા હતા. સર્વ મહેમાનોનું હીંડોરણા આહીર સેવા સમાજ દ્રારા સન્માન કરવામાં આવ્યું હતું તેમજ દીકરીના કરીયાવરમાં 40 જેટલી વસ્તુ પણ દાતાશ્રી ઓ દ્વારા આપવામાં આવેલી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કાળુભાઇ લાખણોત્રા તથા ભોળાભાઈ વાધ દ્વારા કરવામાં આવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા હીંડોરણા યુવક મંડળ એ ભારી જહેમત ઉઠાવી હતી.
રીપોર્ટ : યોગેશ કાનાબાર (રાજુલા)