જેસીઆઈ મિલ્કસીટી આણંદની ૨૬ જાન્યુઆરીની ઉજવણી

આણંદ નગરપાલિકાની શાળા નંબર ૬/૨૨ અને જેસીઆઈ મિલ્કસીટી આણંદના સંયુક્ત ઉપક્રમે ૨૬મી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી હતી. આ ધ્વજવંદન કાર્યક્રમ સાથે વિવિધ કાર્યક્રમો પણ કરવામાં આવ્યાં હતાં. શાળાનાં આચાર્ય અને સ્ટાફ દ્વારા જેસીઆઈ મિલ્કસીટીના સભ્યોનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. ધ્વજવંદન કાર્યક્રમમાં પ્રોજેક્ટ ચેરમેન જેસી કમલ લુહાણાને હસ્તે સરકારશ્રીની યોજના દ્વારા પ્રાપ્ત સાયકલ દીકરીઓને વિતરણ કરવામાં આવી હતી. જેસીઆઈ મિલ્કસીટીમાંથી ઉપસ્થિત પ્રોજેક્ટ ચેરમેન જેસી કમલ લુહાણા, જેસી તારક જોશી, જેસી સુમિત પંચાલ, જેસી મુકેશભાઈ તેજવાની અને જેસી ધર્મેન્દ્રભાઈ પટેલ હાજર રહીને શાળાનાં તમામ વિધાર્થીઓને બિસ્કીટ વિતરણ કરવામાં આવ્યાં હતાં.